એકતા રથયાત્રા : વડોદરા

0
868

એકતા રથયાત્રા : વડોદરા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી વડોદરા શહેરના ઉત્તર વિસ્‍તારની એકતા રથયાત્રામાં જોડાયા : લોકોને એકતા અને અખંડિતતાના શપથ લેવડાવ્‍યા : ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ એકતાયાત્રા અને સરદાર વંદનામાં જોડાયા

.. .. .. .. .. ..

સરદાર સાહેબની પ્રતિમાના દર્શન કરવા અને રાષ્‍ટ્રપુરૂષની
વંદના કરવા કેવડીયાની મુલાકાત લેજો : મુખ્‍યમંત્રીશ્રીનો અનુરોધ

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સ્‍ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરદાર પટેલ સાહેબને શ્રેષ્‍ઠમાં શ્રેષ્‍ઠ અંજલિ આપી છે
  • ૧૮૨ મીટર ઉંચું સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ઉંચા માણસની ઉંચામાં ઉંચી પ્રતિમા છે
  • સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી રાષ્‍ટ્રીય એકતાનું પ્રતિક છે
  • દેશનો આત્‍મા અને સાડા પાંચ લાખ ગામડાઓનું યોગદાન એની સાથે જોડાયેલું છે

એક પરિવાર કેન્‍દ્રી નહીં પણ સરદાર સાહેબ સહિતના

મહાનુભાવોના યોગદાન આધારિત પ્રેરણાપ્રદ

ઇતિહાસ ભાવિ પેઢી સમક્ષ મૂકવાનો સંકલ્‍પ મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યકત કર્યો

 મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ છાણીના સરદાર ચોક ખાતેથી શહેરના સમા, છાણી અને ઉત્તર વિસ્‍તાર માટેની એકતા રથયાત્રાને પ્રસ્‍થાન કરાવતા જણાવ્‍યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વિશ્વની સર્વાધિક ઉંચી અને વિરાટ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી બનાવીને સરદાર વલ્‍લભભાઇ પટેલ સાહેબને શ્રેષ્‍ઠમાં શ્રેષ્‍ઠ અંજલિ આપી છે.

 

પ્રધાનમંત્રી અને આ પ્રતિમાના પ્રેરક શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સરદાર જયંતિ તા.૩૧મી ઓકટોબરના રોજ આ પ્રતિમાનું રાષ્‍ટ્રાર્પણ કરશે એવી જાણકારી જનસમુદાયને આપતાં  તેમણે વડોદરાવાસીઓને સમય ફાળવીને કેવડીયા કોલોનીની મુલાકાત લેવા, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના દર્શન અને સરદાર સાહેબની વંદના કરવાનો ભાવપૂર્ણ અનુરોધ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી સરદાર વંદના અને એકતાયાત્રામાં જોડાયા હતા.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ છાણીના સરદાર ચોકમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્‍પાજંલિ આપી હતી અને લોકોને એકતા અને અખંડિતતાના સપથ લેવડાવ્‍યા હતા. તેમણે એકજ પરિવારકેન્‍દ્રી નહીં પણ સરદાર સાહેબ સહિતના સહુ મહાનુભાવોના યોગદાનને ઉજાગર કરે એવો પ્રેરણાપ્રદ ઇતિહાસ ભાવિ પેઢી સમક્ષ મૂકવાનો સંકલ્‍પ વ્‍યકત કર્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે ૧૮૨ મીટર ઉંચું સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એ ઉંચા માણસની સર્વાધિક ઉંચી પ્રતિમા છે. પ્રધાનમંત્રીશ્રીએ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી બનાવીને સરદાર પટેલ સાહેબને શ્રેષ્‍ઠમાં શ્રેષ્ઠ અંજલિ આપી છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી રાષ્‍ટ્રીય એકતાનું એવું પ્રતિક છે જેની સાથે દેશના સાડા પાંચ લાખ જેટલા ગામડાંઓનું યોગદાન જોડાયેલું છે. સરદાર સાહેબે સન ૧૯૩૯માં છાણીમાં સભા કરી હતી એ વાતની યાદ અપાવતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે દિક્ષાની ખાણ ગણાતા છાણીએ ૧૦૦ જેટલા જૈન દિક્ષાર્થીઓની ભેટ આપી છે.

કેવડીયાને એક ભારત, શ્રેષ્‍ઠ ભારતનું પ્રેરણાધામ બનાવવાનો સંકલ્‍પ વ્‍યકત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે પ્રથમ તબકકામાં એકતા રથયાત્રા દ્વારા રાજયમાં ૫ હજાર ગામોમાં સરદાર સાહેબનો સંદેશ પહોંચાડયો છે. સવાસો કરોડ ભારતવાસીઓ સરદાર સાહેબના આર્શિવાદ સાથે રાષ્‍ટ્રીય એકતાના પ્રહરી બન્‍યા છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે પુરાતન સોમનાથ મંદિરના નવનિર્માણ દ્વારા સરદાર સાહેબે ભારતીય સંસ્‍કૃતિ અને ધર્મના મહિમાનું નવચેતન કર્યું છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના લોકર્પણના અવસરથી સમગ્ર ભારતમાં અનેરો ઉત્‍સાહ અને આનંદ વ્‍યાપ્‍યો છે એવી લાગણી વ્‍યકત કરતાં તેમણે જણાવ્‍યું કે સરદાર સાહેબ ના હોત તો આજે ભારતનો નકશો જુદો હોત.

મુખ્‍યમંત્રીશ્રીએ એકતા રથયાત્રમાં જોડાઇને છાણી ગામ, રામાકાકાની દેરી, છાણી જુના જકાતનાકા થી સમાના વિવિધ વિસ્‍તારોમાં થઇને સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ સુધીના સમગ્ર માર્ગ પર ખુલ્‍લી જીપમાં પ્રવાસ કરીને, લોક અભિવાદન ઝીલ્‍યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી, વડોદરા મહાનગરપાલિકાના મેયર ડૉ.જિગીષાબેન શેઠ, સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્‍યશ્રીઓ તેમની સાથે એકતા રથયાત્રામાં જોડાયા હતા. માર્ગમાં ઠેરઠેર લોકોએ મુખ્‍યમંત્રીશ્રીને આવકારવા અને વધાવવાની સાથે એકતા રથમાં સ્‍થાપિત સરદાર પ્રતિમાને આદરપૂર્વક પુષ્‍પાંજલિ  આપી હતી. સમગ્ર માર્ગ પર વડોદરા મેરેથોન, રાજસ્‍થાની સમાજ, પ્રજાપતિ સમાજ, મહારાષ્‍ટ્રીયન સમાજ, બ્રહ્મસમાજ, ઉત્તર ભારતીય સમાજ, ડૉકટર સેલની સાથે કાર્યકરો અને જનમેદનીએ મુખ્‍યમંત્રીશ્રીને અને એકતા રથનું અભિવાદન કર્યું હતું.

ધારાસભ્‍યશ્રી યોગેશભાઇ પટેલ, જીતુભાઇ સુખડીયા, મનીષાબહેન વકીલ, સ્‍થાયી સમિતિના અધ્‍યક્ષ શ્રી સતીષભાઇ પટેલ સહિત મહાનગરપાલિકા પદાધિકારીઓ, નગર સેવકો, પૂર્વ સાંસદશ્રી, પૂર્વ નિગમ અધ્‍યક્ષો, છાણી ગામના આગેવાનો, પક્ષ પદાધિકારીઓ અને અગ્રણીઓ, મ્‍યુનીસિપલ કમિશનર શ્રી અજય ભાદુ, શહેર પોલીસ કમિશનરકશ્રી અનુપમસિંહ ગહલૌત, જિલ્‍લા કલેકટર શાલીની અગ્રવાલ, જિલ્‍લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી અને વિશાળ જનસમુદાય ઉપસ્‍થિત રહયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here