Covid-19 સામેના જંગમાં મોટી સફળતા, દેશમાં રિકવરી રેટ સુધરીને 96.80 ટકા થયો

0
174
દેશમાં કોરોનાના અત્યારસુધી 3,07,95,716 કેસ નોંધાયા છે. જેમાંથી 2,99,33,538 લોકો સાજા થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ 97.2 ટકા થયો છે.
દેશમાં કોરોનાના અત્યારસુધી 3,07,95,716 કેસ નોંધાયા છે. જેમાંથી 2,99,33,538 લોકો સાજા થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ 97.2 ટકા થયો છે.

COVID-19 Pandemic in India, 28 June 2021: દેશમાં 12 એપ્રિલ બાદ 27 જૂને પહેલીવાર કોરોના સંક્રમણ (Corona Pandemic)થી થનારા મૃત્યુની સંખ્યા 1000ની નીચે નોંધાઈ છે. તેમાં ગત સપ્તાહ એટલે કે 14થી 20 જૂનની વચ્ચે કોરોનાથી થયેલા મૃત્યુમાં 45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તે ગત વર્ષથી અત્યાર સુધીનો સૌથો મોટો ઘટાડો છે. વિશેષમાં ભારતના કોવિડ રિકવરી રેટ માં પણ નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે અને તે 96.80 ટકાએ પહોંચી ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસ   6 લાખથી નીચે જતાં આંશિક રાહત મળી છે. સોમવાર સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 46,148 નવા  પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19  ના કારણે 979 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,02,79,331 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 30,79,48,744 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાની મહામારી  સામે લડીને 2 કરોડ 93 લાખ 9 હજાર 607 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 58,578 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 5,72,994 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,96,730 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here