સુખી દાંમ્પત્ય જીવન હોવા છતાં એકલતા અનુભવો છો?

0
1179

બોયફ્રેન્ડ સાથે સુખી છું છતાં એકલતાનો અનુભવ થાય છે….

અત્યારના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પાર યુગલો તેના સુખી પળોને સોશિયાલ મીડિયા પાર શેર કરવાનું ચોંકતા નથી ત્યારે એ ખુશીની પાછળ એકલતા પણ છુપાયેલી હોઈ છે એ કદાચ કોઈ જોઈ નથી શકતું. ખરેખર તો જે ખુશી દેખાડે છે, તે મોટા ભાગના યુગલોનો દિવસ એકલતામાં જ પસાર થતો હોઈ છે.

તો તેના માટે અમુક ચોક્કસ કારણો જવાબદાર હોઈ છે તો આવો જાણીએ એ કારણો વિષે…

શરૂઆતના દિવસોનો પ્રેમ….

     સંબંધની શરૂઆત થાય છે ત્યારે બંને સાથી એકબીજા સાથે જોડાયેલા જ હોઈ એમ રહે છે, જેમાં આખી આખી રાત ફોનમાં વાત કારકરવી, સાથે ફરવા જવું , હાથમાં હાથ રાખીને ફરવું, દરેક બાબત માટે ઉત્સાહિત રહેવું. પરંતુ સંબંધોની પરીક્ષા ત્યારે આવે છે જયારે આ શરૂઆતનો પ્રેમ પૂરો થાય છે અને બંનેને એકબીજામાં કઈકને કંઈક ખોટ વર્તાય છે.ત્યારે એકલતાનો અનુભવ થાય છે.

જીવન પથમાં જયારે આગળ વધો છો.. 

સંબંધોમાં જયારે આગળ વધો છો ત્યારે મોટાભાગના સંબંધોમાં લોકો એવું કહે છે કે આ એ વ્યક્તિ છે જ નહિ જેને મેં પ્રેમ કર્યો છે. અને ત્યાંથી પ્રોબ્લેમની શરૂઆત થાય છે.સમય જેમ પસાર થતો જાય છે તેમ તેમ તેનું વર્તન પણ બદલાતું જાય છે.સમય બદલાણો અને એ પણ બદલાઈ ગયો. પછી એ સમજાય છે કે જે હતું એ માત્ર ભ્રમ હતો અને હવે હકીકત સાંજની છે કે એ મારી ભૂલ હતી.

લાગણીશીલ નથી…

સમયાંતરે બંનેમાં વાતો કરવાનો સમય ઓછો થતો જાય છે,અને એવું દર્શાય છે કે તે તેના કામમાં વ્યસ્ત છે.પરંતુ ખરેખર તો એવું હોઈ છે કે તમારા બંને સાથી માંથી તેને તમારા પ્રત્યે લાગણી ઓછી હોઈ છે સમય જતા સમજાય છે. રિલેશનને થોડો સમય થાય છે અને તમે તારી મુશ્કેલી અને દુઃખ તેની સામે રજુ કરો ચો ત્યારે સાથીને એ વાતથી કોઈ  એમ વાતને ભૂલી જાય છે અને ઇમોશનલી અટેચ નથી રહેતા ત્યારે સાથે હોવા છતાં એકલતાનો અનુભવ થાય છે.

કમ્યુનિકેશન કરવું અઘરું થાય છે…

સમય જેમ જાય છે તેમ સાથી સાથે વાતચીત કરવી પણ અઘરી થયી જાય છે,તમારો મંતવ્ય પણ તેના માટે છોકરમત જેવો થયી જાય છે અને નકારી કાઢે છે.જયારે પણ કઈ કહો ચો ત્યારે એ માત્ર નાની સ્માઈલ આપી તમને જજ કરે છે,અને સાથીના આવા વર્તનથી તેની સાથે વાત કરતા પહેલા બે વાર વિચાર કરવો પડે છે કે એ શું રિએક્ટ કરશે?આ અને આમ તેના સપોર્ટ વગર પણ એકલતા અનુભવાય છે.

તેની સહમતી જ મહત્વની બની જાય છે…

દરેક પ્લાન પૂરો કરવા તેની સહમતી જ મહત્વની છે એવું બની જાય છે. તેની પ્રાથમિકતામાં તેના સહકર્મચારીઓ,મિત્રો,પરિવાર આવે છે પછી તમે આવો છો.અને તમારી સાથે ત્યારે જ સમય વિતાવે છે જયારે આ બધામાંથી સમય મળે છે. એ સમયે એવું ફીલ થાય છે કે એ તમને નકારે છે. અમે તમારી પસંદગી અને તમારા સમયનું શું? તમારી ઈચ્છા અને અનુમતીની કઈ વેલ્યુ નથી રહેતી એવી લાગણી અનુભવાય છે.

સંબંધોને સાચવવાનો વારો આવે છે….


સંબંધોની શરૂઆતમાં જે ઉત્સાહ સાથે કમિટમેન્ટ આપ્યું હોઈ તેના કારણે હવે એકબીજા માત્ર સંબંધો સાચવતા હોઈ તેવું જ લાગે છે.અને જયારે દિલની એ વાત આંશુઓના સ્વરૂપમાં તેની સામે બહાર આવે છે ત્યારે મોટા ભાગના સાથીનો જવાબ હોઈ છે કે રિલેશનશિપ સિવાયની પણ બીજી દુનિયા છે અનેહવે તેમાંથી બહાર આવી એ જીવન જીવવાની જરૂર છે તારે… અને સંબંધો જાણે ત્યાંથી પુરા કરતો હોઈ તેવું જણાવે છે.

આખરે ભૂલ કોની???

સંબંધોમાં જયારે દૂરી આવે છે ત્યારે સામેની વ્યતિને કોશીએ છીએ કે તે આમ નથી કરતો,તે મને સમજતો નથી , મારી લાગણીને નથી સમાજતો,વગેરે વગેરે.. અપરંતુ તમે તમારો વિચાર કાર્ય વગર તમારી જાતને એને સોંપી દ્યો ચો અને સામે વળી વ્યક્તિ એ તેનો અધિકાર સાંજે છે,ત્યારે તમારી જ ભૂલ છે એ સ્વીકારી તેને છોડી દેવો જ યોગ્ય છે. કારણકે સાથે રહીને પણ એકલતા એનુભાવવી એના કરતા એકલું જ રહેવું સારું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,