UPમાં ધર્માંતરણના ફંડિંગમાં મોટો ખુલાસો: ફંડિંગનાં તાર વડોદરા બાદ બ્રિટનની NGO સાથે જોડાયા

0
173
આ કેસમાં અન્ય લોકોનાં નામ ખૂલી શકે છે.આ કેસનાં ફંડિગમાં યુકેના અલ્ફલાહ નામના એનજીઓનું (Alfalah NGO) નામ ખૂલ્યું છે, ત્યારે આપને જણાવીએ કે, આ એનજીઓ જે ગરીબ મુસ્લિમ લોકોને દવાઓની જરૂર હોય, મેડિકલની જરૂર હોય ત્યારે તેઓ રકમ આપે છે.
આ કેસમાં અન્ય લોકોનાં નામ ખૂલી શકે છે.આ કેસનાં ફંડિગમાં યુકેના અલ્ફલાહ નામના એનજીઓનું (Alfalah NGO) નામ ખૂલ્યું છે, ત્યારે આપને જણાવીએ કે, આ એનજીઓ જે ગરીબ મુસ્લિમ લોકોને દવાઓની જરૂર હોય, મેડિકલની જરૂર હોય ત્યારે તેઓ રકમ આપે છે.

અમદાવાદ: ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના કેસમાં (UP religion conversion) ગુજરાત ATSએ (Gujarat ATS) બુધવારે સલાઉદ્દીન શેખ નામના એક શખસની અમદાવાદમાંથી ધરપકડ કરી હતી. સલાઉદ્દીન શેખ પર ઉત્તરપ્રદેશમાં ચાલતા ધર્માંતરણ કેસમાં ફન્ડિંગ (funding) કરવાનો આરોપ છે. ત્યારે આજે પણ આ કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસના તાર યુકેની  (UK) એક એનજીઓ અલ્ફલાહ (Alfalah NGO) સાથે પણ જોડાયા છે. આ એનજીઓએ દ્વારા યુકેથી 30 લાખ રૂપિયા આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ ગુજરાત એટીએસ અને યુપી એટીએસ (UP ATS) દ્વારા આ અંગેની કડક તપાસ ચાલી રહી છે. આ કેસમાં અન્ય લોકોનાં નામ ખૂલી શકે છે.આ કેસનાં ફંડિગમાં યુકેના અલ્ફલાહ નામના એનજીઓનું (Alfalah NGO) નામ ખૂલ્યું છે, ત્યારે આપને જણાવીએ કે, આ એનજીઓ જે ગરીબ મુસ્લિમ લોકોને દવાઓની જરૂર હોય, મેડિકલની જરૂર હોય ત્યારે તેઓ રકમ આપે છે. આ રીતે જ અલ્ફલાહ ફાઉન્ડેશને ફંડ મોકલ્યું હતુ. પરંતુ એ ફંડનો દુરિપયોગ આ સલાઉદ્દીન કરી રહ્યો હતો અને ફંડમાં આવેલા 30 લાખ જેટલા રૂપિયાનો તેને આમાં વાપર્યા હતા. આ કેસમાં સલાઉદ્દીન સાથે અનેક લોકોનાં પણ નામ ખૂલી શકે છે.ગુજરાત એટીએલ પ્રમાણે, FCRA હેઠળ વિદેશથી આવતા ફંડમાંથી સલાઉદ્દીને 30 લાખ જેટલા રૂપિયા હવાલાથી વડોદરાથી યુપી પાંચથી છ વખત હવાલાથી મોકલ્યા. આ સાથે યુપી એટીએસ તપાસ કરી રહી છે કે, ફંડિંગ ઉપરાંત સલાઉદ્દીન અને ઉમર ગૌતમ સાથે અન્ય બીજા કનેક્શન છે. નોંધનીય છે કે, યુકેનું અલ્ફલાહ ફાઉન્ડેશન રોહિંગ્યાની પણ મદદ કરે છે. આરોપી ગુજરાતના વડોદરામાં પોતાની NGO ચલાવી રહ્યો છે. તેને એક નહીં 2 NGOમાં વિદેશી ફન્ડિંગ મળતું હતું. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ઉંમર ગૌતમ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ધર્માંતરણ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ખાસ કરીને રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવતા. મુખ્યત્વે મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા. ઉમર ગૌતમ પહેલા હિન્દૂ હતો પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. આ કેસમાં ગુજરાત કનેક્શન સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સલાઉદ્દીન સિવાય પણ આ ગેંગમાં કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here