નડિયાદમાં રસીકરણ દરમિયાન ભાજપ પ્રમુખની દખલગીરીથી કર્મીઓ વિફર્યા, કહ્યુ, ‘અમારી બદલી કરી દો’

0
222
ર્દીઓના પોઝિટિવ રિપોર્ટના પગલે ગામમાં તેમની પ્રતિષ્ઠા ખોટી ઠરે છે, જેથી લેબ ટેક.ની બદલી કરાવી નાખવાની ધમકી પણ આપી રહ્યાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છેઅહીં બોલાવી રસી આપતા હોવાને કારણે સ્થાનિક લોકોનો હક્ક છીનવાઇ રહ્યો છે.
ર્દીઓના પોઝિટિવ રિપોર્ટના પગલે ગામમાં તેમની પ્રતિષ્ઠા ખોટી ઠરે છે, જેથી લેબ ટેક.ની બદલી કરાવી નાખવાની ધમકી પણ આપી રહ્યાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છેઅહીં બોલાવી રસી આપતા હોવાને કારણે સ્થાનિક લોકોનો હક્ક છીનવાઇ રહ્યો છે.

નડિયાદ : ખેડા જિલ્લામાં રસી કરણ મામલે વિવાદનો કિસ્સો સામે આવ્યો છે. વસો તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ વચ્ચે વિવાદ થતા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ સામૂહિક બદલીની માંગ કરતાં ખળભળાટ મચી ગયો છે. પીજ આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સવારે રસી કરણ શરૂ થતા ગ્રામજનો ઉમટ્યા હતા. ગ્રામજનોની મોટી લાઇનો થતા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ રસીના ખતમ થઇ ગઇ હોવાની જાહેરાત કરતા જ વિવાદ શરૂ થયો હતો. જે વિવાદને પગલે તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ સ્થળ પર પહોચી ગયા હતા.પ્રમુખે પુછપરછ કરતા સ્થાનિક કર્મચારીઓએ ઉપરથી રસીના ડોઝ ઓછા આવતા હોવાની જાણ કરી હતી. જ્યારે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે પીજના સ્થાનિક ગ્રામજનો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને આવે છે, પરંતુ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ નડિયાદ, વસો તેમજ છેક મહેમદાવાદના લોકો ને જિલ્લા વિકાસ અધિકારીને સામૂહિક બદલીની માંગ સાથે કરેલ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છેકે, પીજ આરોગ્ય કેન્દ્રમાં જ્યારથી કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી રાજકીય આગેવાનો દબાણ કરી રહ્યા છે. લેબ ટેકનિશિયન કોવિડ પોઝિટિવ ના ખોટા રિઝલ્ટ આપતા હોવાની બુમો પાડી રહ્યા છે. દર્દીઓના પોઝિટિવ રિપોર્ટના પગલે ગામમાં તેમની પ્રતિષ્ઠા ખોટી ઠરે છે, જેથી લેબ ટેક.ની બદલી કરાવી નાખવાની ધમકી પણ આપી રહ્યાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છેઅહીં બોલાવી રસી આપતા હોવાને કારણે સ્થાનિક લોકોનો હક્ક છીનવાઇ રહ્યો છે. જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા, અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. તાલુકા ભાજપ પ્રમુખ રાજુ પટેલે આરોગ્ય કર્મચારીઓનો ઉધડો લેતા આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી સામૂહિક બદલીની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here