BSFની ચિંતા, રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલ વિસ્તારોની ડેમોગ્રાફીમાં ભયજનક ફેરફારો થયા

0
922
એજન્સી, જયપુર:
 
ભારત જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ મામલે પહેલેથી સંઘર્ષ કરી રહ્યું છે. એવા સમયમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સે આપેલ રાજસ્થાન રાજ્યની માહિતી ભારત માટે ચિંતાનો વિષય બની ગઇ છે. બીએસએફના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલ રાજસ્થાનના જેસલમેરમાં અસામાન્ય રીતે જનસંખ્યા અને તેમની રહેણી-કરણીમાં ફેરફાર નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ જેસલમેરની સરહદના વિસ્તારોમાં રહેતા મુસ્લિમ સમુદાયની વસ્તીમાં 20થી 22 ટકાનો વધારો થયો છે, જ્યારે બીજા સમુદાયોમાં આ વધારો માત્ર 8થી 10 ટકાનો રહ્યો છે.
બીએસએફના રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુસાલો કરવામાં આવ્યો હતો કે, રાજસ્થાનનું શહેર જેસલમેર પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલ છે અને તેના સરહદના વિસ્તારોમાં રેહતા મુસ્લિમોમાં ધાર્મિક કટ્ટરતા વધી રહી છે. આ વિસ્તારની મુસ્લિમ પ્રજા પોતાની રાજસ્થાની ઓળખ અને પરંપરાઓને બદલે અરબની પરંપરાઓ અને રીતિ-રિવાજો અપનાવી રહી છે. અહીંના હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયના લોકો આ વાતનો પણ સ્વીકાર કરી રહ્યા છે કે, બન્ને સમુદાયો વચ્ચે વાતચીતનું અંતર પણ વધી ગયું છે.
હાલમાં જે બીએસએફ દ્વારા જેસલમેરની સરહદ વિસ્તારમાં ડિમોગ્રાફી અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં આ ચોંકાવનારી બાબત સામે આવી હતી. અહીંની મુસ્લિમ પ્રજામાં હેરસ્ટાઇલથી માંડીને પહેરવેશમાંથી રાજસ્થાની કલ્ચર ગાયબ થઇ ચુક્યુ છે.
બીએસએફે પોતાના રિપોર્ટ દ્વારા જેસલમેર સરહદ પર વધતી મુસ્લિમ જનસંખ્યા અને તેમનામાં આવી રેહલા ફેરફારો મામલે કેન્દ્રને ચેતવણી આપી છે. અત્યાર સુધી અહીના વિસ્તારોમાં આતંકવાદ કે દેશદ્રોહની પ્રવૃત્તિઓ સામે આવી નથી.
બીએસએફના અભ્યાસમાં એ વાતનો ખુલાસો કરાયો હતો કે, હિન્દુઓના રાઇટ વિંગ સંગઠનો સામે મુસ્લિમ સુમદાય પહેલેથી જ વિરોધમાં હતો, પરંતુ હિન્દુ-મુસ્લિમ સમુદાય વચ્ચે કોઇ મતભેદ થયા હોવાનું જાણવામાં આવ્યું નથી.
બીએસએફના ચીફ રજનીકાન્ત મિશ્રા મુજબ બીએસએફ સરહદ વિસ્તારોના નિરીક્ષણ કરી આ પ્રકારના અહેવાલ તૈયાર કરતી રહે છે, જેનાથી સરહદ વિસ્તારની પ્રવૃત્તિઓનું સચોટ અનુમાન મેળવી શકાય. બીએસએફ આ રિપોર્ટ અન્ય એજન્સીઓ સાથે પણ શેર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here