ગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ

0
626

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો રાજકોટવાસીઓના સ્નેહનો ઋણ સ્વીકાર: સત્યમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલો સતત બીજીવાર ચૂંટાયેલા મુખ્યમંત્રીનો અભિવાદન સમારોહ

વિક્રમજનક સરસાઇી જીતેલા અને સતત બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી એવા રાજકોટવાસી વિજયભાઇ રૂપાણીના સન્માન કાર્યક્રમોની શ્રેણીબંધ કાર્યક્રમો રાજકોટ ખાતે યોજાયા હતા.

આ પ્રસંગે રાજકોટવાસીઓના પ્રેમ તા આશીર્વાદનો મુખ્યમંત્રી રૂપાણીએ નતમસ્તકે સ્વીકાર કર્યો હતો. રાજકોટના નાગરિકોએ પાઠવેલી અભિવંદના પ્રત્યે વિજયભાઇ ભાવ વિભોર બન્યા હતા.

શહેરીજનોને સંબોધતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ સહિત સમગ્ર રાજ્યનો સર્વાંગી વિકાસ કરવા જવાબદારી સો ખાત્રી ઉચ્ચારી હતી અને રાજ્યનું નેતૃત્વ સોંપવા બદલ રાજ્યના નાગરિકોનો આભાર માન્યો હતો.

રાજકોટ શહેરની ચારેય સીટ પર ભાજપને ભવ્ય વિજય મળ્યા બદલ મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટના નાગરિકોને ધરપત આપી હતી કે હું કોઇને હરાવવાને બદલે રાજકોટવાસીઓના દિલ જીતવાની નેમ સો કામ કરવા માગું છું. જેમાં શહેરના વિકાસ માટે નાગરિકોના સૂચનોની રૂપાણીએ અપેક્ષા રાખી હતી. શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, વિકાસ વગેરે જેવા તમામ ક્ષેત્રોમાં રાજ્યને રોલમોડેલ બનાવવાની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતિબધ્ધતા દોહરાવી હતી. ગુજરાતની જનતાની તમામ પ્રકારની અપેક્ષા પર ખરા ઉતરવાનો કોલ પણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અધુરી ટર્મમાં આદરેલા અસંખ્ય કામો પુરી ટર્મમાં પુરા કરવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. શહેરીજનોના પ્રેમ તા શુભેચ્છાઓને રૂપાણીએ પોતાની તાકાત ગણાવ્યા હતા. જેના પાયા પર જ મુખ્યમંત્રી પદ શકય બન્યું.

વિદાય લેતા વર્ષની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી રૂપાણીએ શહેરીજનો તા રાજ્યના નાગરિકોને આવનારા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી.

રાજકોટ શહેર નાગરિક અભિવાદન સમિતિ દ્વારા સત્યમ પાર્ટી પ્લોટપ્લોટ ખાતે મુખ્યમંત્રીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું વિવિધ સ્મૃતિચિહનો, શાલ, તલવાર, ફૂલોના હાર, ફળોની ટોપલી વગેરેી સન્માન કરાયું હતું.

મુખ્યમંત્રીના હસ્તે દિપ પ્રાગટયી કાર્યક્રમનો શુભારંભ યો હતો. મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન યેલા વિવિધ વિકાસ કામો રજૂ કરતી ટૂંકી ડોકયુમેન્ટ્રી, ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રી સોના સંસ્મરણો તાજા કર્યા હતા.

આ કાર્યક્રમમાં નવનિયુકત ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ,  અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા પૂર્વ ધારાસભ્ય  ભાનુબેન બાબરિયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ભાજપ અગ્રણી  નીતીનભાઇ ભારદ્વાજ, શ્રીમતિ અંજલિબેન રૂપાણી, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઇ મીરાણી ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, કલેકટર ડો. વિક્રાંત પાંડે, મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, ખોડલધામ સંસના પ્રમુખ પરેશ ગજેરા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઇ વોરા, ઉદ્યોગકાર મૌલેશભાઇ ઉકાણી તા રાજકોટના તમામ ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્તિ રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here