દેશમાં મળ્યા કોરોનાના 11610 નવા દર્દી, અત્યાર સુધી 90 હજાર લોકોએ મૂકાવી રસી

0
231
આ દરમિયાન અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી 89,99,230 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.
આ દરમિયાન અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી 89,99,230 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસ સામે મોટા પાયે ચાલી રહેલ રસીકરણ અભિયાન વચ્ચે દેશમાં સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે જણાવ્યુકે છેલ્લા એક દિવસમાં દેશમાં કોરોના વાયરસના 11610 નવા દર્દી મળ્યા છે જ્યારે આ દરમિયાન 100 લોકોના મોત થયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,09,37,320 અને મૃતકોની સંખ્યા 1,55,913 થઈ ગઈ છે. જો કે કોરોનાથી રિકવર થનાર લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે અને 11833 નવા દર્દી રિકવર થવાથી આ સંખ્યા વધીને 1,06,44,858 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે રિકવરી રેટ સતત સુધરવાના કારણે દેશમાં હાલમાં કોરોના વાયરસના 1,36,549 સક્રિય કેસ જ બચ્યા છે.

આ દરમિયાન અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી 89,99,230 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. પહેલા તબક્કાના રસીકરણ અભિયાનમાં આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને સોમવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે માર્ચ મહિનાથી 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનુ કામ શરૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં વધ્યા કોરોના વાયરસના કેસ, લૉકડાઉનના અણસાર તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં મહારાષ્ટ્રની અંદર કોરોના વાયરસના કેસોમાં તેજી જોવા મળી છે. કોરોના વાયરસના વધતા કેસોને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યા કે કોવિડ પ્રોટોકૉલનુ પાલન ન કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે હવે આ લોકોએ નક્કી કરવાનુ છે કે તે લૉકડાઉન ઈચ્છે છે કે અમુક પ્રતિબંધો સાથે આરામથી ફરવા માંગે છે. સીએમ ઠાકરેએ કહ્યુ કે રાજ્ય સરકાર બારીકાઈથી સ્થિતિ પર નજર રાખી રહી છે અને કોરોના વાયરસને અટકાવવા માટે બધા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here