કોરોના અમદાવાદ LIVE:શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે 500થી વધુ કેસ, 558 નવા કેસ અને 464 દર્દી સાજા થયા, એક દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,341 થયો

0
256
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

શહેરમાં 551 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા શહેરમાં 551 અને જિલ્લામાં 9 દર્દી ડિસ્ચાર્જ એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે 500થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 558 નવા કેસ અને 464 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,341 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા. 24 માર્ચની સાંજથી 25 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 551 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 551 અને જિલ્લામાં 9 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 68,935 થયો છે. જ્યારે 64,735 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here