રાજ્યમાં કોરોનાનો હાહાકાર, ઓલટાઈમ હાઈ 3280 નવા કેસ, અમદાવાદ અને સુરતમાં 7-7 સહિત 17ના મોત, એક્ટિવ કેસ 17 હજારને પાર

0
360
શહેરમાં 4392 જેટલા કોરોના માટેના ખાનગી બેડ ઉપલબ્ધ રહ્યા છે. તેમજ હવે માંડ જોડાણ ધરાવતી હોસ્પિટલનો આંક પણ 100થી નીચે પહોંચ્યો છે.
શહેરમાં 4392 જેટલા કોરોના માટેના ખાનગી બેડ ઉપલબ્ધ રહ્યા છે. તેમજ હવે માંડ જોડાણ ધરાવતી હોસ્પિટલનો આંક પણ 100થી નીચે પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 3260 નવા કેસ નોંધાયા છે અને 2167 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત શહેરમાં 7-7 તથા રાજકોટમાં 2 અને વડોદરામાં 1 મળી કુલ 17 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 17 હજારને પાર થઈ ગયો છે. આ પહેલા 6 ડિસેમ્બરે 17 દર્દીના મોત થયા હતા.આમ લગભગ 4 મહિને ફરી 17 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4591એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 93.24 ટકા થયો છે.3 લાખ 47 હજાર 185 ને રસી આપવામાં આવી આજે રાજ્યમાં 3 લાખ 47 હજાર 688ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 70 લાખ 38 હજાર 445 લોકોને પ્રથમ ડોઝ અને 8 લાખ 47 હજાર 185 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 78 લાખ 85 હજાર 630નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 2 લાખ 75 હજાર 777 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 29 હજાર 886ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. 17348 એક્ટિવ કેસ અને 171 વેન્ટિલેટર પરરાજ્યમાં છેલ્લા 45 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 24 હજાર 878ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,598 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 2 હજાર 932 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 17348 એક્ટિવ કેસ છે, જેમાંથી 171 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 17,177 દર્દીની હાલત સ્થિર છે. ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here