દેશમાં કોરોનાનો ગ્રાફ ફરી ચઢ્યો, 24 કલાકમાં 2.11 લાખ નવા કેસ, 3847 દર્દીનાં મોત

0
175
બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,15,235 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 26 મે સુધીમાં ભારતમાં કુલ 33,69,69,352 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,15,235 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 26 મે સુધીમાં ભારતમાં કુલ 33,69,69,352 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસથી નીચે જઈ રહેલા કોરોનાના ગ્રાફમાં ફરી એક વાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાના વધતા કેસોને જોતાં જે રીતે રાજ્યોએ પ્રતિબંધો લગાવ્યા છે, ત્યારબાદ કોવિડ સંક્રમણના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધતા આંકડાએ ફરી એક વાર ખતરા તરફ ઈશારો કર્યો છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 26 મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,11,298 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,847 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,73,69,093 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 20,26,95,874 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.નોંધનીય છે કે, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 2 કરોડ 46 લાખ 33 હજાર 951 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 2,83,135 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 24,19,907 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,15,235 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 26 મે સુધીમાં ભારતમાં કુલ 33,69,69,352 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે બુધવારના 24 કલાકમાં 21,57,857 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.ગુજરાતમાં 24 કલાકમાં કુલ 3,085 નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 10,007 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. હાલમાં કુલ 55,548 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 594 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 54,945 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 7,32,748 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. જ્યારે કુલ 9,701 દર્દીનાં મૃત્યુ થયા છે. જેમાં 36 મોતનો સમાવેશ થઈ જાય છે.ગુજરાતમાં એક દિવસમાં કુલ 2,19, 913 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 1,60,50,059 વ્યક્તિને પ્રથમ અને બીજા ડોઝની રસી મળી છે. આ રસીકરણમાં 10,23,252 વ્યક્તિ 18-25 વર્ષ સુધીના વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here