દેશમાં કોરોનાનો હાહાકાર! 24 કલાકમાં 120 દર્દીનાં મોત, 16,577 નવા પોઝિટિવ કેસો નોંધાયા

0
221
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,63,491 થઈ ગઈ છે.બીજી તરફ, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 7 લાખ 50 હજાર 680 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,63,491 થઈ ગઈ છે.બીજી તરફ, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 7 લાખ 50 હજાર 680 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
ભારતમાં 1 કરોડ 34 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સીન અપાઈ, બીજી તરફ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 8 હજાર નવા કેસ

દેશમાં કોરોના સંક્રમણનો ફેલાવો ફરી તેજ થઈ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં હવે રેકોર્ડ મામલો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણના 8,702 નવા કેસ સામે આવ્યા છે. બુધવારે 126 દિવસ બાદ આ પહેલીવાર હતું જ્યારે 24 કલાકની અંદર 8 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,34,72,643 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,577 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 120 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,63,491 થઈ ગઈ છે.બીજી તરફ, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 7 લાખ 50 હજાર 680 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 12,179 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,55,986 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,56,825 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here