કોરોનાના 617 વેરિએન્ટ્સને બેઅસર કરી શકે છે કોવેક્સિન, અમેરિકાના સૌથી મોટા મહામારી એક્સપર્ટનો દાવો

0
471
અમેરિકા જરૂરિયાતમંદ દેશોને જૂનમાં વધુ 2 કરોડ વેક્સિન આપશે
અમેરિકા જરૂરિયાતમંદ દેશોને જૂનમાં વધુ 2 કરોડ વેક્સિન આપશે

કોરોનાની જીવલેણ અસર જોવા મળી રહી છે, ત્યારે આ વચ્ચે સ્વદેશી કોવેક્સિનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ચીફ મેડિકલ એડવાઇઝર અને મહામારીના ટોપ એક્સપર્ટ ડૉ.એન્થની ફૌસીના જણાવ્યા મુજબ કોરોનાના 617 વેરિએન્ટ્સને અસર વગરના બનાવવામાં કોવેક્સિન અસરદાર છે.ફૌસીનું કહેવું છે કે ભારતમાં કોવેક્સિન લગાવનારાઓના ડેટાથી વેક્સિનની અસર અંગે ખ્યાલ આવ્યો છે. તેથી ભારતમાં મુશ્કેલ સમય હોવા છતાં વેક્સિનેશ ઘણી જ મહત્વની સાબિત થઈ શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ 20 એપ્રિલે કહ્યું હતું કે કોવેક્સિન ડબલ મ્યૂટન્ટ કોરોના વેરિએન્ટ વિરૂદ્ધ પણ પ્રોટેક્શન આપે છે. પોતાના સ્ટડીના આધારે ICMRએ કહ્યું કે બ્રાઝિલ વેરિએન્ટ, UK વેરિએન્ટ અને દક્ષિણી આફ્રિકી વેરિએન્ટ પર પણ આ વેક્સિન અસરદાર છે અને તેના વિરૂદ્ધ પણ આ પ્રોટેક્શન આપે છે.દેશમાં ચાલી રહેલી સેકન્ડ વેવ માટે આ વેરિએન્ટ્સને જ જવાબદાર ગણવામાં આવે છે. ભારતના 10 રાજ્યોમાં સામે આવ્યું કે ડબલ મ્યૂટેન્ટ કોરોના વેરિએન્ટ સૌથી ઘાતક છે. આ ન માત્ર તેજીથી ટ્રાંસમિટ થાય છે, પરંતુ ઘણાં જ ઓછા સમયમાં ઘણુ વધારે નુકસાન પહોંચાડે છે. તો UK, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકી વેરિએન્ટ્સ પણ ભારતમાં વધી રહેલા રી-ઈન્ફેક્શનના કેસમાં સામે આવ્યા છે.કોરોના વેક્સિન બનાવનારી હૈદરાબાદની કંપની ભારત બાયોટેક અને ICMRએ કોવેક્સિનના ત્રીજા ફેઝના અંતરિમ ક્લીનિકલ ટ્રાયલ રિપોર્ટમાં કહ્યું હતું કે કોવેક્સિન ક્લીનિકલી 78% અને કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓ પર 100% સુધી અસરદાર છે. કંપનીએ પોતાના એનાલિસિસમાં કોરનાના 87 સિપ્ટમ્સ પર રિસર્ચ કર્યું હતું. વેક્સિનને લઈને ્ંતિ રિપોર્ટ જૂનમાં જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here