ગુજરાતની છ મહાનગરપાલિકાઓની સત્તાનો આજે ફેંસલો: બપોર સુધીમાં પરિણામો જાહેર થશે

0
199
રાજ્યની મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકો અને જૂનાગઢની ખાલી પડેલી ત્રણ બેઠકો પર કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે.
રાજ્યની મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકો અને જૂનાગઢની ખાલી પડેલી ત્રણ બેઠકો પર કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે.

અમદાવાદ: ગુજરાતની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું રવિવારે સરેરાશ ૪૬ ટકા જેટલુ મતદાન નોંધાયા બાદ હવે આવતીકાલે મંગળવારે સવારથી જ મતગણતરી થશે અને બપોર સુધીમાં પરિણામો જાહેર થઇ જશે.ગુજરાતની છ મનપાનું સરેરાશ ૪૬.૧ ટકા મતદાન થયું હતું. સૌથી વધારે જામનગર ૫૩.૩ અને સૌથી ઓછું અમદાવાદમાં ૪૨.૧ ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં ૪૯.૫, રાજકોટમાં ૫૦.૭૨, વડોદરામાં ૪૭.૮ અને સુરતમાં ૪૭.૧ ટકા મતદાન થયું હતું. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પેટાચૂંટણીમાં ૫૧.૮ ટકા મતદાન થયું હતુ. ત્યારબાદ મોડી રાત સુધી તમામ ઇવીએમ જે તે મનપાના સ્ટ્રોન્ગ રૂમમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મતગણતરી માટે પણ પંચ દ્વ્રારા પુરી તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ મતગણતરી માટેના સ્ટાફને પણ કાઇન્ટીંગ સેન્ટરો પર મોકલી દેવામાં આવ્યો છે.રાજ્યની મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકો અને જૂનાગઢની ખાલી પડેલી ત્રણ બેઠકો પર કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૫૭૭ ભાજપ, ૫૬૬ કોંગ્રેસ, ૯૧ એનસીપી, ૪૭૦ આમ આદમી પાર્ટી અને ૩૫૩ અન્ય પક્ષો તથા ૨૨૮ અપક્ષો મેદાનમાં છેઅત્રે ઉલ્લેખનીય છે, રાજ્યની આ તમામ છ મનપામાં ૨૦૧૫માં પણ ભાજપની જ જીત થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here