DRDOએ વર્ટિકલ લોન્ચ થતી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનુ પરિક્ષણ કર્યુ

0
239
ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ જમીનથી હવામાં પ્રહાર કરતી એર મિસાઈલ VL-SRSAMનુ સફળ પરિક્ષણ કર્યુ છે.
ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ જમીનથી હવામાં પ્રહાર કરતી એર મિસાઈલ VL-SRSAMનુ સફળ પરિક્ષણ કર્યુ છે.

ઓડિશા : ઓડિશાના દરિયાકિનારે આવેલ ઈન્ટરગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ચંદિપુર ખાતેથી વર્ટિકલ એટલે કે સીધી રીતે લોન્છ થતી મિસાઈલનુ પરિક્ષણ હાથ ધરાયુ હતુ. DRDO દ્વારા દેશમાં જ નિર્માણ પામેલ અને ડિઝાઈન થયેલ આ મિસાઈલ VL-SRSAMને ભારતીય નેવીના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. આ મિસાઈલ વડે આકાશમાંથી આવતા ખતરાને આકાશમાં જ ખત્મ કરવામાં આવશે. મિસાઈલને વર્ટિકલી લોન્ચિંગ કરવાની ક્ષમતાનુ પરિક્ષણ કરાયુ હતુ જેમાં સફળતા મળી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે મિસાઈલના સફળ પરિક્ષણ બદલ DRDOને અભિનંદન પાઠવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here