ગુજરાતની જિલ્લા- તાલુકા પંચાયતોનું આજે પરિણામ

0
87
સૌથી વધુ નર્મદામાં ૭૮ ટકા મતદાન થયું હતું. હવે મંગળવારે મતગણતરી થશે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ હતી જ્યારે ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો પર ૨૬૫૫ ઉમેદવારો મેદાનમાં છે,
સૌથી વધુ નર્મદામાં ૭૮ ટકા મતદાન થયું હતું. હવે મંગળવારે મતગણતરી થશે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ હતી જ્યારે ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો પર ૨૬૫૫ ઉમેદવારો મેદાનમાં છે,

અમદાવાદ: ગુજરાતમાં જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું રવિવારે મતદાન સંપન્ન થયા બાદ આજે મંગળવારે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવશે અને ત્રણ કરોડથી વધુ મતદારોનો ફેંસલો બપોર સુધીમાં જ આવી જશેરાજ્યમાં રવિવારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૩૧ જિલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકાઓ અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું. જેમાં તાલુકા પંચાયતો માટે સરેરાશ ૬૬.૬૦ ટકા, જિલ્લા પંચાયતોમાં સરેરાશ ૬૫.૮૦ ટકા જ્યારે નગરપાલિકાઓમાં ૫૮.૮૨ ટકા મતદાન થયું હતું. વર્ષ ૨૦૧૫ની ચૂંટણીઓ કરતા મતદાનમાં સરેરાશ ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતું. જ્યારે સરેરાશ ૬૩.૩૪ ટકા મતદાન થયું છે. સૌથી વધુ નર્મદામાં ૭૮ ટકા મતદાન થયું હતું. હવે મંગળવારે મતગણતરી થશે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ હતી જ્યારે ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો પર ૨૬૫૫ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના ૯૫૫ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ૨૩૧ તાલુકા પંચાયતની ૧૧૭ બેઠક બિનહરીફ થઈ હતી. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર ૧૨,૨૬૫ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના ૪,૬૫૭ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ૮૧ નગરપાલિકાની ૨૭૨૦ બેઠકોમાંથી ૯૫ બેઠક બિનહરીફ થઈ છે. ૮૧ નગરપાલિકામાં ૭૨૪૬ ઉમેદવારો મેદાનમાં છે. આજે મંગળવારે ચૂંટણીનું પરિણામ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here