અમદાવાદમાં બે બાળકોની માતાનું અપહરણ કરીને ડ્રગ્સ આપી ત્રણ શખસે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું, મહિલાનું મોત

0
246
પોલીસે ત્રણેય આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી.
પોલીસે ત્રણેય આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી.

સરકાર મહિલાઓની સુરક્ષા મુદ્દે મોટી મોટી ગુલબાંગો મારે છે. પોલીસ પણ મહિલા સુરક્ષાને લઈને સક્રિય હોવાની વાતો કર્યા કરે છે, પરંતુ મહિલાઓ પરના અત્યાચારો અટકાવી શકાયા નથી. અમદાવાદમાં પણ હવે મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. શહેરમાં ત્રણ નરાધમોએ એક પરિણીતાનું અપહરણ કરીને તેને ડ્રગ્સ આપી તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ યાતના સહન નહીં કરી શકનાર પીડિત મહિલાનું મોત થયું હતું. આખરે પોલીસે ત્રણેય આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દંપતી મજૂરી કરીને ગુજરાન ચલાવતું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના બહેરામપુરા વિસ્તારમા રહેતી દીપુ ( નામ બદલ્યું છે) મૂળ નેપાળની વતની છે. તે પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. રોજ કમાઈને રોજ ખાતા આ પરિવારની આર્થિક સ્થિતિ દયનીય છે. બે બાળકોને ભણાવવા માટે બંને દંપતી રાત-દિવસ એક કરીને મજૂરી કરતાં હતાં, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમનાં સપનાં પર કેટલાક હેવાનોની ખરાબ નજર હતી. દીપુનું નરાધમોએ અપહરણ કર્યું હતું દીપુ ગત 17મી તારીખે ઘરેથી બહાર નીકળી ત્યારે કેટલાક શખસો તેની પાસે આવ્યા અને તેનું અપહરણ કરીને લઈ ગયા હતા. તેમણે રાજુ સોલંકી નામની વ્યક્તિના ઘરમાં દીપુને પહેલા ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, જેને લીધે તે નશામાં હતી. ત્યાર બાદ આ નરાધમોએ તેને નિર્વસ્ત્ર કરીને વારા ફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન એક હેવાન દીપુના શરીરને ચૂંથતો રહ્યો અને બીજો તેનો વીડિયો બનાવતો હતો.યાતના સહન નહીં કરી શકનાર મહિલા મોતને ભેટી આખી રાત નશીલા પદાર્થના નશામાં દીપુ પર આ શખસોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. એક સમયે દીપુએ બુમ પાડી તો તેના મોઢામાં ડૂચો મારીને પણ આ હેવાનોએ પોતાની હવસખોરીને સંતોષી હતી. આખરે યાતના સહન નહીં કરી શકનાર દીપુનું મોત નીપજ્યું હતું. દીપુ મૃત્યુ પામી છે એની જાણ થતા આ શખસો તેની લાશને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા. બીજી તરફ, દીપુનાં બાળકો માતાને શોધી રહ્યાં હતાં પણ તે હેવાનિયતનો ભોગ બનીને આ દુનિયા છોડીને જતી રહી હતી. પોલીસે નરાધમોની ધરપકડ કરી બીજા દિવસે આરોપી પૈકી એક આરોપી રાજુ સોલંકી પોલીસનો બાતમીદાર હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી હતી. દાણીલીમડા પોલીસે ગેંગરેપ અને હત્યાનો ગુનો ત્રણ શખસો વિરુદ્ધ દાખલ કર્યો છે. આ ઘટનામાં રાજુ સોલંકી, ઇમરાન અને શકીલ નામના શખસોનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે અને તેમની વિરુદ્ધ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. હાલ ત્રણેય આરોપીની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here