coronaમાં પતિનું અવસાન થતાં સાસરિયાઓએ પરિણીતા પર લગાવ્યા આરોપ, કહ્યું “તે જ મારી નાખ્યો છે અમારા ભાઈને”

0
521
તેનો પતિ એક કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ વર્ષ 2021 ના મે માસમાં તેના પતિનું કોરોનામાં અવસાન થયું હતું અને ત્યારથી આ મહિલા ઇદ્દતમાં હોવાથી તેના માતા-પિતા તેની સાસરીમાં રહેવા માટે આવ્યા હતા.
તેનો પતિ એક કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ વર્ષ 2021 ના મે માસમાં તેના પતિનું કોરોનામાં અવસાન થયું હતું અને ત્યારથી આ મહિલા ઇદ્દતમાં હોવાથી તેના માતા-પિતા તેની સાસરીમાં રહેવા માટે આવ્યા હતા.

અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ  તેની બંને જેઠાણી અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિનોનું કોરોના માં અવસાન થયું હતું અને ત્યારબાદ તેને જેઠાણી અને નણંદ અવારનવાર માનસિક  ત્રાસ આપતા હતા. એટલું જ નહીં આ પરિણીતાની નણંદ તેને કહેતી હતી કે તેના ભાઈનું કોરોનાના કારણે અવસાન નથી થયું, તેણે જ તેને મારી નાખ્યો છે તેમ કહી તેનું અપમાન કરી તેને માર મારતા હતા અને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરતા હતા. સમગ્ર બાબતને લઈને પરિણીતાએ આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલા તેના બાળકો સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ એક કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ વર્ષ 2021 ના મે માસમાં તેના પતિનું કોરોનામાં અવસાન થયું હતું અને ત્યારથી આ મહિલા ઇદ્દતમાં હોવાથી તેના માતા-પિતા તેની સાસરીમાં રહેવા માટે આવ્યા હતા. આ મહિલાના વર્ષ ૨૦૦૯માં લગ્ન થયા હતા. લગ્ન બાદ આ મહિલાની બંને જેઠાણી ઓ જે તેના પતિને તેના વિરુદ્ધ ચઢામણી કરી વાત વાતમાં મહેણાં મારી કઈ આવડતું નથી માતા-પિતાએ કંઈ શીખવાડ્યું નથી તેમ કહી તેનું અપમાન કરી માનસિક ટોર્ચર કરતા હતા. જ્યારે આ મહિલાની નણંદ તેના સાસરેથી આવે ત્યારે અવારનવાર આ મહિલાને કહેતી કે તારી સાથે લગ્ન કરી અમે અમારા ભાઈની જિંદગી બગાડી છે.આ પ્રકારના અનેક વાકયો બોલી તેને મારમારી વાળ પકડી ઘરમાંથી કાઢી મૂકવાની વાત સાસરિયાઓ કરતા હતા. જ્યારે આ મહિલા આ બાબતો ની જાણ તેના પતિને કરે તો તેનો પતિ કહેતો કે તે તેની બહેનો છે અને તેમને કંઈ કહેવાય નહીં તું તારી રીતે બધું સંભાળી લેજે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here