બ્રિટનથી ‘ઓક્સિજન ફેક્ટરી’ આવી રહી ભારત; એક મિનિટમાં 500 લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરશે

0
247
1
1

બ્રિટને કહ્યું હતું કે તે કોવિડ-19 સામેના ભારતની લડાઈમાં વધુ મહત્વપૂર્ણ ઓક્સિજન ઉપકરણો ભારત મોકલશે, જેમાં ‘ઓક્સિજન ફેક્ટરી’ પણ સામે છે જે પ્રતિ મિનિટ ઉંચા સ્તરે ઓક્સિજન ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. ઉત્તરી આયરલેન્ડમાં વધારાના એકમમાંથી ઓક્સિજન ઉત્પાદન એકમો મોકલવામાં આવશે, જે પ્રત્યેક મિનિટમાં 500 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરવામાં સક્ષમ છે જે એક સમયમાં 50 લોકોના ઉપયોગ કરવા માટે પૂરતો છે. એક શિપિંગ કન્ટેનરના આકારની આ નાની ફેકટરી ભારતીય હોસ્પિટલોમાં ઓક્સિજનની વ્યાપક માંગને અમુક હદ સુધી પૂરી કરી શકશે. ભારતમાં મહામારીના વિનાશક બીજી લહેર દરમિયાન ઓક્સિજન મુખ્ય જરૂરિયાતોમાંનું એક છે. બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે પત્રકારોને જણાવ્યું હતું કે, ભારતમાં શું થઈ રહ્યું છે તેના ભયાનક તસ્વીરો આપણે બધાએ જોઇ છે. જેણે પણ તે તસ્વીરો જોઈ છે તે બધાને તેનાથી દુખ થયું છે. તેમણે કહ્યું, ભારત તે વાતની યાદ અપાવે છે કે મહામારી હજી સમાપ્ત થઈ નથી અને આ એ વાતના સંકેત છે કે આપણે સતર્ક રહેવાની જરૂર છે. બ્રિટન સતત કરી રહ્યું છે ભારતને મદદ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો ઉલ્લેખ કરતા બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જોનસનના પ્રવક્તા ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે અમારી તરફથી ભારતને 495 ઓક્સિજન કન્સસ્ટ્રેટર્સ, 120નોન-ઈનવેજીવ વેન્ટિલેટર્સ અને 20 મેન્યુઅલ વેન્ટિલેટર્સ પૂરા પાડવામાં આવી રહ્યા છે. મંગળવારે સવારે જ બ્રિટનથી 95 ઓક્સિજન કન્સસ્ટ્રેટર્સ અને 100 વેન્ટિલેટર્સની પહેલો જથ્થો દિલ્હી પહોંચ્યો હતો. ઘણા દેશો ભારતને મદદ કરવા આગળ આવ્યા ફ્રાન્સ ભારતને 8 ઉચ્ચ ક્ષમતાવાળાં ઓક્સિજન જનરેટર આપશે, આ ઉપરાંત 2000 દર્દી માટે 5 દિવસનો લિક્વિડ ઓક્સિજન પણ મોકલશે. આ સાથે જ ફ્રાન્સ 28 વેન્ટિલેટર અને ICUનાં સાધનો પણ ભારતને આપશે. ફ્રાન્સ ઉપરાંત ઘણા દેશો ભારતની મદદ કરવા માટે આગળ આવ્યા છે, જેમાં અમેરિકા, સાઉદી અરેબિયા, ઈરાન, રશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here