હિન્દુ યુવતીઓને કોઈ ઉઠાવી લઈ જાય એ હવે નહિ ચાલે : CM રૂપાણી

0
186
લવ જેહાદનો કાયદો ગુજરાતમાં લાવવા વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, લવ જેહાદનો કાયદો ગુજરાતમાં હું કડક રીતે લાવવા માંગુ છું.
લવ જેહાદનો કાયદો ગુજરાતમાં લાવવા વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, લવ જેહાદનો કાયદો ગુજરાતમાં હું કડક રીતે લાવવા માંગુ છું.

ગોધરા :ગોધરા ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી  અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેર સભા યોજાઈ હતી. ગોધરા નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ત્યારે મુખ્યમંત્રીએ સભામાં લવ જેહાદ  વિશે કડક કાયદો લાવવાની વાત કરી હતી. તો સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ના નામકરણ પર કોંગ્રેસે કરેલા વિરોધ અંગે પણ જવાબ આપ્યો.લવ જેહાદનો કાયદો ગુજરાતમાં લાવવા વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, લવ જેહાદનો કાયદો ગુજરાતમાં હું કડક રીતે લાવવા માંગુ છું. હિન્દુની છોકરીઓને કોઈ ઉઠાવી જાય એ હવે ચાલશે નહિ. આગામી વિધાનસભા સત્રમાં આ માટે હું કાયદો લાવવા પ્રયત્ન કરીશગોધરામાં આયોજિત ચૂંટણી સભામાં CM રૂપાણીએ કોંગ્રેસ પર ધારદાર પ્રહારો કરતાં કહ્યું કે, કોંગ્રેસ વિપક્ષમાં બેસવાને પણ લાયક નથી. આગામી ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થશે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ – શિવસેનાએ ઈલુ ઈલુ કર્યું. મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ બન્યો. અમદાવાદમાં મુસ્લિમોએ પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે. ઓવૈસીની પાર્ટી અમદાવાદમાં 8 બેઠક જીતી છે આ ઉપરાંત ગોધરાની સભામાં CM રૂપાણીએ લવ જેહાદના મુદ્દે પણ વાત કરી હતી. તેઓએ કહ્યું કે, આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવવામાં આવશે. અને હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ રોકવામાં આવશે. હિન્દુની છોકરીઓને કોઈ ઉઠાવી જાય એ હવે ચાલશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here