કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો માટે રૂ.568 કરોડની ફાળવણી

0
160
પેપરલેસ બજેટથી રાજ્ય સરકારને 44 લાખ કાગળ અને 80 લાખ રૂપિયાની બચત થશે
પેપરલેસ બજેટથી રાજ્ય સરકારને 44 લાખ કાગળ અને 80 લાખ રૂપિયાની બચત થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડનું જોગવાઈ મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે નવમી વખત 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વખતે 2.27 લાખ કરોડનું બજેટ પાછલા બજેટ કરતા 10,000 કરોડથી વધુ છે. વિધાનસભા બજેટ 2021-22 LIVE અપડેટ ધોરણ 9-1૦માં અભ્યાસ કરતા 6 લાખ 63 હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂ.549 કરોડની જોગવાઇ 10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. 1032 કરોડની જોગવાઈ રાજ્ય સરકાર ઓનલાઈન સેવા, ડેટા રિકરવરી સેન્ટર સ્થાપવા 65 કરોડ ફાળવશે રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઈ નાણામંત્રી નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું તમામ ગ્રામ પંચાયતોના વોટરવર્ક્સ માટે વિના મુલ્યે વીજળી, રૂ.734 કરોડની જોગવાઈ ઈ-રિક્ષા દીઠ 40 હજારની સબસીડી અપાશે સૌરાષ્ટ્રમાં રૂ.675 કરોડના ખર્ચે પીવાના પાણી માટે 143 કિ.મીની બલ્ક લાઈન પાઈપ લાઈન નખાશે રાજકોટમાં પીપીપી ધોરણે નવુ બસ સ્ટેશન અને અન્ય સ્થળો 6 નવા બસ સ્ટેન્ડ બનશે, રૂ.100 કરોડની જોગવાઈ અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરાશે, રૂ.87 કરોડની જોગવાઈ ગુજરાતની ઐતિહાસિક સ્કૂલોને હેરિટેજ સ્કૂલ તરીકે જાહેર કરાશે આગામી 5 વર્ષમાં સરકારી કચેરી બોર્ડ કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી થશે નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચ નવી જેટ્ટી બનાવાશે નારગોલ અને ભાવનગર બંદર રૂ.4800 કરોડના ખર્ચે વિકસાવાશે સિરામીક હબ:મોરબી, હળવદ જેતપુર, મોરબી અણીયાળી અને ઘાટીલા 70 કિ.મીનો રસ્તો 4 માર્ગી કરાશે રાજ્યમાં સોલર રૂપટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ, 3 લાખ ઘરોને સહાય અપાશે રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજન જબુંસરમાં બ્લક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાસે કેવડિયાની આસ-પાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ.568 કરોડની જોગવાઈ ટેક્સટાઈલ પોલિસી હેઠળ ઉદ્યોગોને રૂ.1500 કરોડની સહાયની જોગવાઈ 2021-22નું 587 કરોડનું પુરાંતવાળું બજેટ ગિફ્ટ સિટીમાં મૂડી રોકાણ માટે 100 કરોડની જોગવાઈ ગૃહ વિભાગ માટે રૂ.7960 કરોડની જોગવાઈ વેલ શાર્ક ટ્યુરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના અમદાવાદ-સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે કોરોનાના કારણે સરકારની આવક 40 ટકા ઘટી ઉદ્યોગ અને ખાણ વિભાગમાં રૂ.6599 કરોડની જોગવાઈ ઉર્જા અને પેટ્રોકેમિકલ માટે રૂ.13,034 કરોડની જોગવાઈ માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 11185 કરોડની જોગવાઈ ખરાબાની જમીન ખેડૂતોને ભાડાપેટે અપાશે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ.10 હજાર કરોડની સહાય સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડની જોગવાઈ આદિજાતિ વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ ગુજરાત કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યું છે શિક્ષણ માટે 32 હજાર કરોડની જોગવાઈ આ વખતનું બજેટ ગુજરાતની વિકાસયાત્રાને ધ્યાનમાં રાખીને રજૂ થવાનું છે. ગુજરાતમાં પ્રજાનો સવાંગી વિકાસ થાય, તેમના વિસ્તારોનો પણ વિકાસ થાય એનું ધ્યાન રાખવામાં આવશે. સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર હકીકતમાં ચરિતાર્થ થાય એ પ્રમાણેનું બજેટ બહાર પાડવામાં આવશે. ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું મને વિશ્વાસ છે કે આ બજેટમાં જે રકમ હું જાહેર કરીશ એ રકમથી ગુજરાતના દરેક ક્ષેત્રના વિકાસ માટે પ્રજાને ખૂબ મોટો લાભ થશે. ગઈકાલે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જનતાએ જે અમારા પક્ષને જબરદસ્ત સમર્થન આપ્યું છે, ત્યારે હવે અમારી જવાબદારી છે કે પ્રજા માટે વધુ સારી રીતે કામ કરી વધુમાં વધુ લાભ મળે એનું ધ્યાન રાખીશું. નોંધનીય છે કે ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ થયું હતું, જ્યારે આ વખતે 2.25 લાખ કરોડનું બજેટનું કદ રહે એવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. જીએસટીના વળતર માટે પણ રાજ્ય સરકારને લોન લેવી છે, એવા સંજોગોમાં જાહેર દેવામાં વધારો થશે. કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કર્યું છે. જોકે ગુજરાત સરકારે એક સ્ટેપ આગળ વધીને ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે, જેમાં બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાશે અને લોકો એની માહિતી પોતાના મોબાઇલમાં જ મેળવી શકશે. પેપરલેસ બજેટથી રાજ્ય સરકારને 44 લાખ કાગળ અને 80 લાખ રૂપિયાની બચત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here