KGFમાં એક્શન સિકવન્સ માટે 2,000 લોકોએ કર્યું કામ

0
935

KGFનું ટ્રેલર જોતા જ તમને આ ફિલ્મની એક્શન સિકવન્સ ગમી હશે.
એક્સલ એન્ટરટેઈનમેન્ટની પહેલી મલ્ટીલેંગ્વેજ ફિલ્મ KGF ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ મલ્ટીલેંગ્વેજ ફિલ્મ એક્સલ એન્ટરટેઈમેન્ટની સૌથી મહત્વની ફિલ્મ છે. વૈશ્વિક સ્તર પર બનેલી આ ફિલ્મનું આકર્ષણ તેની એક્શન સિકવન્સને ગણાવાઈ રહ્યું છે. ફિલ્મમાં એક્શન સિકવન્સે ધમાકેદાર બનાવવા માટે 2 હજાર લોકોની મદદ લેવાઈ છે.

KGFનું ટ્રેલર જોતા જ તમને આ ફિલ્મની એક્શન સિકવન્સ ગમી હશે. પરંતુ આ પ્રકારના ધમાકેદાર એક્શન સીન્સ શૂટ કરવા આસાન નહોતા. જો કે એક્શન સીન્સને પરફેક્ટ રીતે શૂટ કરવા માટે પ્રોડ્યુસર્સે 30 દિવસ માટે 2 હજાર લોકોને કામ પર રાખ્યા હતા.

આ મામલે પ્રોડ્યુસર્સનું કહેવું છે કે,’ગીતોની જેમ એક્શન સિકવન્સ પણ સેટપીસ જેવા હોય છે. પરંતુ KGFમાં એક્શન સીન્સ જુદી રીતે રજૂ કરાયા છે. આ ફિલ્મની એક્શન સિકવન્સ હીરોની લાગણીની આસપાસ ફરતા દેખાશે.’ આ ફિલ્મનો હાર્દ જ એક્શન છે. એટલે તેને પરફેક્ટ બનાવવામાં કોઈ કસર છોડવામાં નથી આવી.

આ ફિલ્મમાં એક્ટર યશ રૉકીના રોલમાં છે, જેની સફર મુંબઈના રસ્તાઓ પરથી શરૂ થાય છે અને કર્ણાટકના કોલાર વિસ્તારોમાં આવેલી ગોલ્ડ માઈન્સ સુધી પહોંચે છે.

KGF 70ના દાયકા પર આધારિત ફિક્શન છે. આ ફિલ્મમાં કોલાર ક્ષેત્રની વાત છે. કોલાર પહેલો વિસ્તાર છે જ્યાં લાઈટ્સ અપાઈ હતી. સાથે જ લાઈટ મેળવનાર કોલાર વિશ્વનો બીજો વિસ્તાર છે. બે ભાગમાં બનેલી આ ફિલ્મને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મ મનાઈ રહી છે.

આ કન્નડ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ, હિંદી અને કન્નડ એમ પાંચ ભાષામાં બની રહી છે. ફિલ્મમાં યશ, શ્રીનિધિ શેટ્ટી, રામ્યા કૃષ્ણ, અનંત નાગ, જૉન કોકકેથન, અચ્યુથ રાવ કામ કરી રહ્યા છે. ફિલ્મને પ્રશાંત નીલે ડિરેક્ટ કરી છે. હોમબેલ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા ફિલ્મને પ્રોડ્યુસ કરાઈ છે.

KGF એક્સેલ એન્ટરટેઈનમેન્ટની પહેલી કન્નડ ફિલ્મ છે. બે ભાગમાં બનેલી  KGFનો પહેલો પાર્ટ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here