કોહલી ઈન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ ફૉલોઅર ધરાવતો પ્રથમ ક્રિકેટર

0
49
ઈન્સ્ટાગ્રામ પર સર્વોધિક ફૉલોઅર્સ ધરાવતા રમતવીરોમાં કોહલી વિશ્ર્વમાં ચોથા સ્થાને છે.
ઈન્સ્ટાગ્રામ પર સર્વોધિક ફૉલોઅર્સ ધરાવતા રમતવીરોમાં કોહલી વિશ્ર્વમાં ચોથા સ્થાને છે.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ વધુ એક સદી ફટકારી છે. જોકે. તેણે આ સદી પીચ પર નહીં ઈન્સ્ટાગ્રામ પર ફટકારી છે.સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઈન્સ્ટાગ્રામ પર ૧૦૦ મિલિયન (૧૦ કરોડ) ફૉલોઅર્સ ધરાવતો કોહલી વિશ્ર્વનો સૌપ્રથમ ક્રિકેટર બન્યો છે.૩૨ વર્ષનો કોહલી એશિયા-પૅસિફિક વિસ્તારમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે.‘વિરાટ કોહલી-ધ ફર્સ્ટ ક્રિકેટ સ્ટાર ટૂ હિટ ૧૦૦ મિલિયન ફૉલોઅર્સ ઑન ઈન્સ્ટાગ્રામ’, એમ આઈસીસીએ ટ્વિટર પરના સંદેશામાં લખ્યું હતું.ઈન્સ્ટાગ્રામ પર સર્વોધિક ફૉલોઅર્સ ધરાવતા રમતવીરોમાં કોહલી વિશ્ર્વમાં ચોથા સ્થાને છે. પૉર્ટૂગલનો ફૂટબૉલર ક્રિસ્ટીઆનો રૉનાલ્ડો ૨૬.૫ કરોડ ફૉલોઅર્સ સાથે આ યાદીમાં ટોચના સ્થાને છે તો આર્જૅન્ટિનાની ફૂટબૉલ ટીમનો કૅપ્ટન અને એફસી બાર્સૅલોનાના દંતકથાસમાન ખેલાડી લિઑનલ મૅસી ૧૮.૬ કરોડ ફૉલોઅર્સ અને બ્રાઝિલનો નૅમાર ૧૪.૭ કરોડ ફૉલોઅર્સ સાથે આ યાદીમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. કોહલીની ગણતરી વિશ્ર્વના શ્રેષ્ઠ બૅટ્સમેનોમાં થાય છે. કોહલીએ ટૅસ્ટમાં અત્યાર સુધીમાં ૨૭ અને વન ડેમાં ૪૩ સદી ફટકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here