LAC પર ફરી અથડામણ, ભારતીય સેનાએ ચીનને આપ્યો જડબાતોડ જવાબ

0
353
નાકૂલા સેક્ટર સમુદ્રતટથી 5000 મીટરથી વધુ ઊંચાઈ પર સ્થિત છે. આટલી ઊંચાઈ પર આટલી ભયંકર ઠંડીમાં આવી ઘટના ઘટે તે જણાવે છે કે એલએસી LAC પર હાલાત કેટલા ખરાબ છે.
નાકૂલા સેક્ટર સમુદ્રતટથી 5000 મીટરથી વધુ ઊંચાઈ પર સ્થિત છે. આટલી ઊંચાઈ પર આટલી ભયંકર ઠંડીમાં આવી ઘટના ઘટે તે જણાવે છે કે એલએસી LAC પર હાલાત કેટલા ખરાબ છે.

નવી દિલ્હી: પૂર્વ લદાખ  માં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ  પર તણાવ વચ્ચે સિક્કિમમાં ભારત અને ચીન  ની સેના વચ્ચે ઘર્ષણના સૂત્ર દ્વારા સમાચાર મળ્યા છે. કહેવાઈ રહ્યું છે કે ગત અઠવાડિયે સિક્કિમના નાકૂલામાં ચીની સેનાએ એલએસીની યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના થોડા સૈનિકો ભારતીય વિસ્તારોમાં આગળ વધવાની કોશિશ કરતા હતા ત્યારે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોક્યા. આ ઘર્ષણમાં જો કે હથિયારોનો ઉપયોગ ન થયો હોવાનું કહેવાય છે.આ દરમિયાન ભારત અને ચીનના સૈનિકોપરસ્પર ભીડી ગયા જેમાંથી ચાર ભારતીય અને 20 ચીની સૈનિકો ઘાયલ થયા છે. ભારતીય જવાનોએ ચીની સૈનિકોને ખદેડી મૂક્યા. જો કે હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. પરંતુ સ્થિર છે. ભારતીય સેના  ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે ભારતીય ક્ષેત્રની સાથે તમામ પોઈન્ટ પર હવામાનની સ્થિતિ ખરાબ હોવા છતાં ખુબ સતર્કતા વર્તવામાં આવી રહી છે. નાકૂલા સેક્ટર સમુદ્રતટથી 5000 મીટરથી વધુ ઊંચાઈ પર સ્થિત છે. આટલી ઊંચાઈ પર આટલી ભયંકર ઠંડીમાં આવી ઘટના ઘટે તે જણાવે છે કે એલએસી LAC પર હાલાત કેટલા ખરાબ છે. ભારતીય વિસ્તારમાં ઘૂસવાની કોશિશ કરી રહેલા ચીની સૈનિકોના આ પગલાથી  પર હાલાત તણાવપૂર્ણ છે. આ તણાવને ઓછો કરવા માટે પૂર્વ લદાખના મોલ્ડોમાં ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે ગઈ કાલે 9માં રાઉન્ડની વાતચીત થઈ જે લગભગ 15 કલાક ચાલી. આ બેઠકમાં ભારતે એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ કે ચીની સેના  એ તમામ ઘર્ષણવાળી જગ્યાઓ પરથી પાછા ફરવું પડશે. રવિવારે થયેલી આ બેઠકનો હેતુ બંને દેશો વચ્ચે સંઘર્ષ પર વિરામ લગાવવા સમાધાન કાઢવાનો હતો. આ અગાઉ પણ અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ ચીનના વલણના કારણે કોઈ સાર્થક પરિણામ નીકળ્યું નથી. મળતી માહિતી મુજબ કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા  પર ચીન  તરફ સ્થિત મોલ્ડોમાં સવારે 10 વાગે શરૂ થઈ અને રાતે અઢી વાગ્યા સુધી ચાલતી રહી. આ દરમિયાન ભારતે  કહ્યું કે ઘર્ષણવાળી જગ્યાઓ પર ડિસએન્ગેજમેન્ટ અને ડી-એસ્કેલેશનની પ્રક્રિયાને આગળ વધારવાનું ચીન પર છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ છ નવેમ્બરે થયેલી આઠમા રાઉન્ડની વાતચીતમાં બંને પક્ષોએ ઘર્ષણવાળી જગ્યાઓ પરથી સૈનિકોને પાછળ હટાવવા પર વ્યાપક ચર્ચા થઈ હતી.ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહ સ્થિત 14મી કોરના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ પીજીકે મેનન કરી રહ્યા છે. ભારત સતત કહેતું આવ્યું છે કે પહાડી વિસ્તારોમાં ઘર્ષણવાળી તમામ જગ્યાઓ પરથી સૈનિકો પાછા બોલાવવાની પ્રક્રિયાને આગળ વધારવા અને તણાવને ઓછો કરવાની જવાબદારી ચીનની છે. કોર કમાન્ડર સ્તરની સાતમા તબક્કાની વાતચીતમાં ચીને પેન્ગોંગ ઝીલના દક્ષિણ તટની આસપાસ વ્યુહાત્મક રીતે મહત્વના ઠેકાણાઓ પરથી ભારતીય સૈનિકોને પાછા હટાવવા પર ભાર મૂક્યો હતો. પરંતુ ભારતે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here