કોરોનાકાળમાં પણ દારૂની દુકાનો ચાલુ, માત્ર 4 મહિનામાં જ સુરતીઓએ 3.77 લાખ લિટર દારૂ પીધો!

0
182
રાજમાર્ગની વાઇનશોપ સિવાય પણ વરાછા, રેલવે સ્ટેશન, અઠવા અને ડુમસની હોટલમાં પણ વાઇન મેળવવા હેલ્થ પરમિટધારકોએ લાઇનો લગાવી હતી. આટલું જ નહીં દારૂ મેળવવા માટે હજુ પણ એક હજારથી વધુ લોકોએ હેલ્થ પરમિટ માટે આપેલી અરજીઓ પેન્ડિંગ છે.કોરોનાથી ઘણાં લોકો તાણમાં આવી ગયાં છે
રાજમાર્ગની વાઇનશોપ સિવાય પણ વરાછા, રેલવે સ્ટેશન, અઠવા અને ડુમસની હોટલમાં પણ વાઇન મેળવવા હેલ્થ પરમિટધારકોએ લાઇનો લગાવી હતી. આટલું જ નહીં દારૂ મેળવવા માટે હજુ પણ એક હજારથી વધુ લોકોએ હેલ્થ પરમિટ માટે આપેલી અરજીઓ પેન્ડિંગ છે.કોરોનાથી ઘણાં લોકો તાણમાં આવી ગયાં છે

જાન્યુ.માં 80 હજાર, ફેબ્રુ.માં 95 હજાર અને માર્ચ-એપ્રિલમાં બે લાખ લિટરથી વધુ દારૂનો ઉપયોગ

સુરત: કોરોનાના સંક્રમણમાં પણ સુરતીઓનો દારૂ પ્રેમ ઓછો થયો નથી.આની સાબિતી હેલ્થ પરમિટ પર છેલ્લાં 4 મહિનામાં શહેરની 5 વાઇનશોપ પરથી દારૂના થયેલા વેચાણ પરથી મળી આવે છે. આબકારી વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ જાન્યુઆરીમાં 80 હજાર લિટર દારૂ પરમિટ પર મેળવાયો હતો. તે ફેબ્રુઆરીમાં વધીને 95 હજાર લિટર થયો. સંક્રમણકાળમાં વધારો થતાં દારૂના ઉપયોગમાં પણ વધારો થયો હતો. જેમાં માર્ચમાં આ આંકડો એક લાખ લિટરને વટાવી ગયો હતો તો એપ્રિલમાં 1,02,000 લિટર દારૂનો ઉપયોગ થયો હતો.આમ છેલ્લાં 4 મહિનામાં સુરતીઓ હેલ્થ પરમિટ થકી મેળવેલો 3.77 લાખ લિટર દારૂ પી ગયા હતા. હાલમાં જ્યાં શહેરમાં રાજમાર્ગની મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી ત્યાં લાલગેટ પર હેલ્થ પરમિટવાળી વાઇન શોપ ખુલી જોવા મળી હતી. આ વાઇનશોપ પર દારૂ માટે પરમિટધારકોની લાંબી લાઇનો લાગી હતી. રાજમાર્ગની વાઇનશોપ સિવાય પણ વરાછા, રેલવે સ્ટેશન, અઠવા અને ડુમસની હોટલમાં પણ વાઇન મેળવવા હેલ્થ પરમિટધારકોએ લાઇનો લગાવી હતી. આટલું જ નહીં દારૂ મેળવવા માટે હજુ પણ એક હજારથી વધુ લોકોએ હેલ્થ પરમિટ માટે આપેલી અરજીઓ પેન્ડિંગ છે.કોરોનાથી ઘણાં લોકો તાણમાં આવી ગયાં છે. ઘણાં લોકો અનિંદ્રાનો શિકાર છે તો કેટલાક સંક્રમણની બીકે સતત વિચારોમાં ગળાડુબ રહે છે. એક તબીબે કહ્યું કે, માનસિક શાંતિ મેળવવા પરમિટધારકો વધુ માત્રામાં સેવન કરતાં થયાં હોય શકે. જોકે, આ ટેવ શરીરને નુકસાન કરી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here