સુરતના સચિનમાં શિલાલેખ સોસાયટીના 200થી વધુ આપમાં જોડાયા

0
195
બોરિંગનું પાણી પણ ખૂબ સારું ન હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે. ગાર્બેજ કલેકશનની કોઈ કામગીરી સોસાયટીમાં કરવામાં આવી રહી નથી. પોતાની રીતે કચરો એકઠો કરીને બહાર નાખવાની ફરજ પડી રહી છે
બોરિંગનું પાણી પણ ખૂબ સારું ન હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે. ગાર્બેજ કલેકશનની કોઈ કામગીરી સોસાયટીમાં કરવામાં આવી રહી નથી. પોતાની રીતે કચરો એકઠો કરીને બહાર નાખવાની ફરજ પડી રહી છે

સુરતના સચીન વિસ્તારમાં આવેલી શિલાલેખ સોસાયટીના 200થી વધુ રહીશો દ્વારા આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં આપનો ખેસ ધારણ કરી લીધો હતો. વોર્ડ નંબર 30માં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે હવે લોકો ત્રસ્ત થઈ ગયા છે. શિલાલેખ સોસાયટીમાં અંદાજે 2500 કરતાં વધારે લોકો રહે છે. કોર્પોરેશનમાં સમાવિષ્ટ થઇ ગયા બાદ પણ તેમને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી અને વેરા ચૂકવવા માટે સતત કોર્પોરેશન દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના સત્તાધીશો યોગ્ય કામગીરી ન કરતાં હોવાની ફરિયાદ સાથે તેઓ આપમાં જોડાયા છે.શિલાલેખ સોસાયટીના રહીશોને પીવા માટે મીઠું પાણી પણ કોર્પોરેશન પહોંચાડી શકતું નથી. સોસાયટીના લોકો વર્ષોથી પ્રાઇવેટ બોરિંગનો ઉપયોગ કરી રહ્યા છે. બોરિંગનું પાણી પણ ખૂબ સારું ન હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે. ગાર્બેજ કલેકશનની કોઈ કામગીરી સોસાયટીમાં કરવામાં આવી રહી નથી. પોતાની રીતે કચરો એકઠો કરીને બહાર નાખવાની ફરજ પડી રહી છે. આપના કાર્યકર અનિલ યોગ નંદાણીએ જણાવ્યું કે શિલાલેખ સોસાયટીના સ્થાનિક રહીશોએ અમારો સંપર્ક સામેથી કર્યો હતો. ત્યારબાદ તેમણે પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમના વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી ન કરાતા અમે હવે આપમાં જોડાવા ઈચ્છી રહ્યા છે. સ્થાનિક લોકો સાથે અમે બેઠક કરીને જેટલા પણ લોકો આપમાં જોડાવા ઈચ્છતા હોય તેમનો અમે સહર્ષ સ્વીકારી લીધા છે. લોકો અને આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ વધુ દ્રઢ બની રહ્યો છે.આપના કાર્યકર અનિલ યોગ નંદાણીએ જણાવ્યું કે શિલાલેખ સોસાયટીના સ્થાનિક રહીશોએ અમારો સંપર્ક સામેથી કર્યો હતો. ત્યારબાદ તેમણે પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમના વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી ન કરાતા અમે હવે આપમાં જોડાવા ઈચ્છી રહ્યા છે. સ્થાનિક લોકો સાથે અમે બેઠક કરીને જેટલા પણ લોકો આપમાં જોડાવા ઈચ્છતા હોય તેમનો અમે સહર્ષ સ્વીકારી લીધા છે. લોકો અને આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ વધુ દ્રઢ બની રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here