MPમાં પ્રચારના છેલ્લા દિવસે રાહુલે અજમેરની દરગાહમાં માથું ટેકવ્યું

0
828

મધ્યપ્રદેશમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ સાથે હવે તમામ મોટા રાજનેતાઓ રાજસ્થાન તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ જ લાઇનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અજમેર અને પુષ્કરના પ્રવાસ પર છે. રાહુલ ગાંધીએ આજે અહીં અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર માથું ટેકવ્યું હતું. આ બીજી વખત છે જ્યારે રાહુલ ગાંધીએ અજમેર શરીફમાં માથું ટેકવ્યું હોય.

અજમેરમાં દરગાહ પર માથું ટેકવ્યા બાદ રાહુલ ગાંધી પુષ્કરમાં બ્રહ્મા મંદિરના દર્શને પણ જશે. રાહુલે તેને લઇને ટ્વીટ પણ કર્યું છે કે તે પોતાના રાજસ્થાન પ્રવાસની શરૂઆત દરગાહ અને મંદિરમાં માથું ટેકવીને કરશે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી આજે પોખરણ, જાલોર અને જોધપુરમાં જનસભાને સંબોધિત કરશે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની 200 વિધાનસભાની સીટો પર 7 ડિસેમ્બરે મતદાન થવાનું છે. 11 ડિસેમ્બરે અન્ય રાજ્યોની સાથે રાજસ્થાનની ચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે રાજસ્થાનના અજમેરમાં રેલીને સંબોધિત કરી હતી. તે દરમિયાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. આજે પણ વડાપ્રધાન ભીલવાડા, કોટા અને બેણેશ્વર ધામમાં રેલીઓને સંબોધિત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here