ND vs AUS: પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર

0
946

એજન્સી-એડિલેડ

ગુરૂવારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ સાથે સિરીઝની શરૂઆત કરશે. 4 ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ એડિલેડમાં રમાશે. આ ટેસ્ટ માટે ભારતીય ટીમે 12 ખેલાડીઓની જાહેરાત કરી છે. આ 12 ખેલાડીઓમાંથી જ પ્રથમ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવન નક્કી થશે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ ટીમથી બહાર રહેલા રોહિત શર્માને 12 ખેલાડીઓમાં તક મળી છે.

આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ઘરેલૂ ટેસ્ટ સિરીઝથી બહાર રહેલા ઓલરાઉન્ડર હનુમા વિહારીને પણ ટીમમાં તક આપવામા આવી છે. જાણવા મળી રહ્યું છે કે, ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. માર્કસ હેરિસ ભારત વિરૂદ્ધ પોતાના ટેસ્ટ કરિયરમાં ડેબ્યૂ કરશે જ્યારે પ્રથમ ટેસ્ટ માટે ઓલરાઉન્ડ ખેલાડી મિશેલ માર્શને ટીમમાં જગ્યા મળી નથી.

પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમના 12 ખેલાડી

વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે (ઉપસુકાની), કે.એલ. રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ થનાર ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ તડામાર તૈયારી કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ એડિલેડમાં રમાવા જઇ રહેલી મેચ પહેલા મંગળવારે અભ્યાસ કર્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ)એ ટ્વિટર પર ટીમ ટ્રેનિંગનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં રવિ શાસ્ત્રીના માર્ગદર્શનમાં ખેલાડી પ્રેક્ટિસ કરતાં નજરે પડ્યા હતા.

બીસીસીઆઇના સત્તાવાર એકાઉન્ટથી શેર કરવામાં આવેલા આ વીડિયોમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહ નજરે પડ્યા હતા. ઉપરાંત મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ભારત અરુણ પણ વીડિયોમાં જોવા મળ્યા હતા.

પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાના પ્લેયિંગ ઇલેવન

માર્કસ હૈરિસ, એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, શૉન માર્શ, પીટર હેન્ડ્સકોમ્બ, ટ્રેવિસ હેડ, ટિમ પેન (કેપ્ટન), પેટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, નાથન લોયન, જોશ હેઝલવુડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here