PM મોદી લેશે કોરોનાની રસી, રસી અંગે સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ

0
274
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દાયકાનું આ પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ દાયકા ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ મહત્વનું છે. તેથી, શરૂઆતથી, સ્વતંત્રતાના સ્વપ્નમાં આવવાનું સુવર્ણ સ્વપ્ન, તે સપના, તે ઠરાવો, ઝડપી ગતિએ, દેશ સમક્ષ આવ્યા છે. આ દાયકાનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દાયકાનું આ પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ દાયકા ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ મહત્વનું છે. તેથી, શરૂઆતથી, સ્વતંત્રતાના સ્વપ્નમાં આવવાનું સુવર્ણ સ્વપ્ન, તે સપના, તે ઠરાવો, ઝડપી ગતિએ, દેશ સમક્ષ આવ્યા છે. આ દાયકાનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકે.

નવી દિલ્લીઃ કોરોનાના મહામારીથી લોકોને બચાવવા માટે ભારતમાં હાલ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, રસીકરણ મુદ્દે ઘણાં લોકો સવાલ ઉઠાવી રહ્યાં હતાં. આ તમામને મોદી સરકારે જવાબ આપી દીધો છે. સૂત્રોના મતે પ્રધાનમંત્રી મોદી રસીકરણના બીજા ચરણમાં કોરોનાની રસી લેશે. એટલું જ નહીં તેમની સાથે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ રસીકરણ અભિયાનમાં જોડાઈને રસી લેશે. પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીઓ સાથે થયેલી બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જાણાવી રહ્યાં છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતુંકે, કોઈએ ગભરાવાની જરૂર નથી. બીજા ચરણમાં જેની પણ ઉંમર 50 વર્ષથી વધારે છે તેમને બધાને કોરોનાની રસી આપવામાં આવશે. રસીકરણ અંગે મોદી સરકારના આ સૌથી મોટા નિર્ણયથી રસી મુદ્દે સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.આમ, પણ જે પણ સાંસદો કે ધારાસભ્યોની ઉંમર 50 વર્ષ કરતા વધારે છે તેમને બીજા ચરણમાં કોરોનાની રસી આપવામાં આવશે. દેશભરમાં હાલ કોરોનાના રસીકરણ અભિયાનનો પહેલો તબક્કો એટલેકે, પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. જે અંતર્ગત દેશભરમાં 7 લાખથી વધારે સ્વાસ્થ્ય કર્મીઓને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. સ્વાસ્થ્ય કર્મીઓના રસીકરણ બાદ બીજા ચરણની શરૂઆત થશે.કોરોના રસીકરણ અભિયાનના બીજા ચરણમાં સેના, અર્ધ સૈનિક દળોના જવાનો, 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે.જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યુંકે, કોરોનાના રસીકરણ અભિયાનો બીજો તબક્કો ક્યારે શરૂ થશે.જોકે, બીજા ચરણના રસીકરણ માટેની ગાઈડલાઈન સરકારે નક્કી કરી લીધી છે. જે અંતર્ગત બીજા ચરણમાં જ પ્રધાનમંત્રી મોદી પણ કોરોનાની રસી લેશે. બીજા ચરણમાં પ્રધાનમંત્રી મોદી સહિત મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ અને ઘણાં વીવીઆઈપી લોકો કોરોનાની રસી લેશે. જેમની પણ ઉંમર 50 વર્ષથી વધારે હશે તે તમામને બીજા ચરણમાં કોરોનાની રસી આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here