અમદાવાદમાં ‌BJPની ભવ્ય વિજયોત્સવની તૈયારીઓ, CMએ કહ્યું- ફરી સાબિત થયું ગુજરાત ભાજપનો ગઢ

0
180
અમદાવાદના જે પી ચોક ખાતે સાંજે ભવ્ય વિજયોત્સવની તૈયારીઓ ચાલી રહી છે
અમદાવાદના જે પી ચોક ખાતે સાંજે ભવ્ય વિજયોત્સવની તૈયારીઓ ચાલી રહી છે

અમદાવાદ : ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. હાલ તમામ છ મહાનગરપાલિકામાં કેસરિયો લહેરાતો જોવા મળી રહ્યો છે. લગભગ તમામ મહાનગરપાલિકામાં ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે, ત્યારે ભાજપના ઉત્સવનો માહોલ છે. બીજી બાજુ, કોંગ્રેસને ફટકો પડ્યો છે અને સુરતમાં આપના ભાગે આઠ બેઠક આવી છે. ગુજરાતમાં છ મહાનગરોના પરિણામો પછી અમદાવાદના જે પી ચોક ખાતે સાંજે ભવ્ય વિજયોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. ખાનપુર ખાતે જે પી ચોકમાં જીતની ઉજવણીની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અહીં મંચ પણ તૈયાર કરવામાં આવ્યો છે. છ મહાનગરોમાં જીતને જોતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરી કહ્યું કે, ગુજરાતે છ મહાનગરોમાં ફરી ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતમાં  ભાજપનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય અંગે પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા પ્રતિક્રિયા આપી સૌ કાર્યકર્તા અને જનતાનો આભાર વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here