ક્વાડ દેશ લોકશાહી મૂલ્યો તેમજ મુક્ત, મોકળા અને સર્વ સમાવેશી ઇન્ડો-પેસિફિક માટે એકજૂથ: PM નરેન્દ્ર મોદી

0
333
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિષયો ક્વાડ દેશોને વિશ્વની ભલાઇ માટેની મોટી તાકાતના રૂપમાં પેશ કરે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિષયો ક્વાડ દેશોને વિશ્વની ભલાઇ માટેની મોટી તાકાતના રૂપમાં પેશ કરે છે.

ક્વાડ દેશો લોકશાહી મુલ્યોથી જોડાયેલા છે PM નરેન્દ્ર મોદપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ક્વાડ દેશો લોકશાહી મુલ્યોથી જોડાયેલા છે અને એક ખુલ્લા અને સમાવેશી હિંદ પ્રશાંત ક્ષેત્ર માટે પ્રતિબદ્ધ છે. ક્વાડ સમુહની પ્રથમ વરચ્યુઅલ બેઠકને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બેઠકના એજન્ડામાં કોવિડ વેક્સિન, જળવાયુ પરિવર્તન અને ઉભરતી પ્રદ્યોગિકીનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિષયો ક્વાડ દેશોને વિશ્વની ભલાઇ માટેની મોટી તાકાતના રૂપમાં પેશ કરે છે. શિખર બેઠકમાં અમેરિકી પ્રમુખ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાની પ્રધાનમંત્રી યોશિહિડે સુગાએ પણ ભાગ લીધો હતો. ક્વાડ દેશોની પ્રથમ બેઠક પછી અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સાલિવને જણાવ્યું કે આ વર્ષે ક્વાડ દેશોની બેઠક ફરી એકવાર મળશે. તેમણે જણાવ્યું કે શુક્રવારે મળેલી બેઠકમાં ક્વાડ દેશોના નેતાઓએ ચીન તરફથી મળનારા પડકારો અંગે પણ ચર્ચા કરી હતીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (12 માર્ચ) વીડિયો-કોન્ફરન્સ દ્વારા પ્રથમ ક્વાડ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ક્વાડ એ ચાર દેશોનું જૂથ છે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન જેવા ચાર મોટા દેશો છે. આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, જાપાનના વડાપ્રધાન યોશિહિદ સુગાએ ભાગ લીધો હતો, આથી અંદાજ લગાવી શકાય છે કે વૈશ્વિક સ્તરે આ પ્લેટફોર્મ કેટલું મહત્ત્વપૂર્ણ હશે આ દરમિયાન ચારેય વૈશ્વિક નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી અને એક સ્વતંત્ર અને સમાવિષ્ટ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને જાળવવા માટે એકબીજાને ટેકો આપવા સંમત થયા. આ ઉપરાંત દરિયાઇ સુરક્ષા અને જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ઘણી મહત્ત્વપૂર્ણ વાતો કહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here