38 વર્ષના કોવિડ દર્દીને મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપી અપાઈ

0
211
કેસિરિવિમેબ અને ઇમ્ડેવિમેબની મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપી દર્દીને અપાઈ છે
કેસિરિવિમેબ અને ઇમ્ડેવિમેબની મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપી દર્દીને અપાઈ છે

અમદાવાદ : અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ દ્વારા ડાયાબિટીસની સાથે કોવિડનાં લક્ષણો ધરાવતા 38 વર્ષીય દર્દીને મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપી આપવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે આ થેરપી શરીરના કોષોમાં કોવિડને પ્રવેશતા રોકે છે, જેથી કોવિડના શરૂના તબક્કામાં હળવાં કે તીવ્ર લક્ષણો, ઓક્સિજનની જરૂર ન હોય તેમજ ભારે જોખમ ધરાવતા દર્દીઓને અપાય છે, પરંતુ, હાયપોક્સિયા સાથે કોવિડના મધ્યમ અથવા તીવ્ર રોગ ધરાવતા દર્દીને આપવાની ભલામણ કરાતી નથીસિમ્સ હોસ્પિટલના ચેપીરોગ વિભાગના વડા ડો. સુરભિ મદન જણાવે છે કે કોવિડ-19ના માઈલ્ડ દર્દીઓ માટે મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપીનો પ્રારંભ હજુ ગયા અઠવાડિયે જ શરૂ થયો છે. ત્યારે અમે હોસ્પિટલમાં દાખલ ડાયાબિટીસની સાથે કોવિડનાં લક્ષણો ધરાવતા 38 વર્ષીય દર્દીને કેસિરિવિમેબ અને ઇમ્ડેવિમેબની મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપી આપી છે. અમદાવાદમાં અમારી હોસ્પિટલે પ્રથમ વખત આ સારવાર શરૂ કરી છે. આ થેરપી ભારે જોખમ ધરાવતા દર્દીઓને કોવિડ-19નો ચેપ લાગ્યાના શરૂઆતના જ તબક્કામાં કરવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે વર્ષ- 2020માં આવી સારવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને આપવામાં આવી હતીસિમ્સ હોસ્પિટલના ચેપીરોગ વિભાગના વડા ડો. સુરભિ મદન જણાવે છે, કોવિડ-19ના માઈલ્ડ દર્દીઓ માટે મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપીનો પ્રારંભ હજુ ગયા અઠવાડિયે જ શરૂ થયો છે. ત્યારે અમે હોસ્પિટલમાં દાખલ ડાયાબિટીસની સાથે કોવિડનાં લક્ષણો ધરાવતા 38 વર્ષીય દર્દીને કેસિરિવિમેબ અને ઇમ્ડેવિમેબની મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપી આપી છે. અમદાવાદમાં અમારી હોસ્પિટલે પ્રથમ વખત આ સારવાર શરૂ કરી છે. આ થેરપી ભારે જોખમ ધરાવતા દર્દીઓને કોવિડ-19નો ચેપ લાગ્યાના શરૂઆતના જ તબક્કામાં કરવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે વર્ષ- 2020માં આવી સારવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here