ગરીબી-બેકારી નહીં વૈભવી લાઈફ સ્ટાઇલ મેઇન્ટેન કરવા દંપતીએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો

0
432
જેનાં કારણે પૈસાની તંગી હોવાથી લૂંટ કરવાનો વિચાર બનાવ્યો હતો. લૂંટ કરીને મોજશોખ પૂરા કરવા દિલ્હી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.
જેનાં કારણે પૈસાની તંગી હોવાથી લૂંટ કરવાનો વિચાર બનાવ્યો હતો. લૂંટ કરીને મોજશોખ પૂરા કરવા દિલ્હી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

કૃષ્ણનગર વિસ્તારમાં જવેલર્સ શો રૂમમાં લૂંટ કરવા આવેલા દંપતી પકડાઈ ગયા બાદ તે લોકડાઉન અને ગરીબીની વાતો કરતા હતા. પરંતુ ખરેખર પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. આ મહિલા કોઈ મજબૂરી માટે નહીં પણ હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઇલ માટે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે તેની પાસે 100 થી વધુ બ્રાન્ડેડ બુટ-ચપ્પલ છે અને તેનાથી પણ વધુ કપડાં છે. આ બાબતે હાલ પોલીસ સમક્ષ આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.કૃષ્ણનગરમાં લૂંટ પ્રયાસ કેસમાં પકડાયેલા દંપતીના રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં આરોપી મહિલા યોગીતાની લાઈફ સ્ટાઇલ જોઇ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણકે આરોપી યોગીતા સેલિબ્રિટીની રીતે રહેતી હતી. જેમા પોલીસે ઘરે તપાસ કરતા 100થી વધુ ડિઝાઇનર કપડા, શૂઝ સહીતની વસ્તુઓની શોખીન હોવાથી ખૂબ ખર્ચા થતા હતાં. જેનાં કારણે પૈસાની તંગી હોવાથી લૂંટ કરવાનો વિચાર બનાવ્યો હતો. લૂંટ કરીને મોજશોખ પૂરા કરવા દિલ્હી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે લૂંટના પ્રયાસ કેસમાં રિવોલ્વર આપનાર અને મદદગારી કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી દંપતીને રિવોલ્વર આપનાર મનીષ બિપિન પટેલએ માત્ર 500 રૂપિયામાં રિવોલ્વર આપી હતી. જે બાદમાં પરત આપી દેવાની હતી. પોલીસે આર્મર્સ એક્ટ મુજબ ગુનામાં પકડેલ મનીષ પટેલ કુખ્યાત બુટલેગર બીપીન પટેલનો પુત્ર છે. જો કે પકડાયેલ ભરત ગોહિલ અને યોગીતા બન્ને આર્થિક સંકડામણને કારણે લૂંટ કરવા નહીં પણ મોજશોખ પૂરા કરવા લૂંટ પ્લાન ઘડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here