ડુમસના દરિયામાં તરતી કારનો Video Viral, પોલીસે ઉકેલ્યુ કુતુહૂલ જગાવતી ઘટનાનું કારણ

0
167
Dumas Beach Floating ડુમસના દરિયામાં તરી રહેલી કાર અંગે પોલીસને મળી માહિતી, ડુમસના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું ઘટનાનું કારણ ખુલ્યું રહસ્ય
Dumas Beach Floating ડુમસના દરિયામાં તરી રહેલી કાર અંગે પોલીસને મળી માહિતી, ડુમસના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું ઘટનાનું કારણ ખુલ્યું રહસ્ય

સુરતનો (Surat) ડુમસ બીચ (Dumas Beach) હરવા ફરવા માટે જાણીતો છે. સામાન્ય દિવસોમાં બીચ પર સુરતીઓની અવર જવર મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. પરંતુ હાલમાં આ બીચ કોરોનાના (Coronavirus) કારણે સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. તેવામાં ડુમસ બીચ પર દરિયામાં વચ્ચો વચ્ચ તરી રહેલી (floating Car) કાળા રંગની ઇનોવા કારે લોકોમાં કુતુહલ ઉભું કર્યું છે. ડુમસના દરિયાના પાણીમાં તરી રહેલી આ કાર અહીં પહોંચી કેવી રીતે એ અંગે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.છેલ્લા ઘણા દિવસોથી ડુમસ બીચની વચ્ચે તરી રહેલી આ ઇનોવા કાર કોની છે તેની જાણકારી મળી નહોતી.આ કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જીજે05-જેસી-9985 નંબરની આ કાળા રંગની ઇનોવા ગાડી તરી રહી હતી. અને જેને કારણે અહિંયા આસપાસના લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. સામાન્ય દિવસોમાં માણસોથી ઉભરાતા બીચ પર અચાનક તરતી હાલતમાં કાર જોવા મળવાને કારણે લોકો અનેક પ્રકારે અનુમાન લગાડી રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે. આ કાર બીચની અંદર છે. શંકાસ્પદ હાલતમાં આ કારના ડ્રાઇવર તરફનો કાચ તૂટેલો છે. છતનું પતરું બેસેલું છે. કારનો માલિક કોણ છે તેની જાણકારી હજી મળી નથી.હાલ આ બીચ તો સહેલાણીઓની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે.તેવા સમયે આ કાળા રંગની કાર બીચ પર કેવી રીતે પહોંચી તે અંગે ડુમસ ગામના રહીશોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જો ડુમસ પોલીસ કારનો કબજો મેળવીને જો ગાડી નંબરના આધારે વાહન માલિકનો પત્તો મેળવે તો માહિતી બહાર આવી શકે તેમ હતી. જોકે, અંતે ડુમસ પોલીસે આ તરતી કારના રહસ્યનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here