અનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ કરીને દેશના નિર્માણમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપશે. -શ્રી સી.આર.પાટીલ

0
307
શ્રી સી.આર.પાટીલ

આ નિર્ણય ગુજરાતના અનુસુચિત જાતિના અનેક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. -શ્રી સી.આર.પાટીલ

આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદશ્રી અને પ્રદેશ પ્રવક્તા શ્રી ડો.કિરીટભાઈ સોલંકી, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પૂર્વ સાંસદ અને ભાજપાના પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષશ્રી શંભુનાથજી ટૂંડિયા તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત ડાંગર ઉપસ્થિત રહ્યા.

સમર્થ અને પ્રતિભાશાળી હોવા છતાં આર્થિક તંગીને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવવામાં અસમર્થ અનુસુચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણયથી ઉચ્ચ શિક્ષણના દ્વાર ખૂલ્યાં છે. -શ્રી સી.આર.પાટીલ
સમર્થ અને પ્રતિભાશાળી હોવા છતાં આર્થિક તંગીને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવવામાં અસમર્થ અનુસુચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણયથી ઉચ્ચ શિક્ષણના દ્વાર ખૂલ્યાં છે. -શ્રી સી.આર.પાટીલ

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલે આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, તાજેતરમાં જ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સે અનુસુચિત જાતિ વર્ગના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ અર્થે ’પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ’ ૧૧૦૦ કરોડથી વધારી રૂપિયા ૬૦ હજાર કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે, અનુસુચિત જાતિ સમાજના ઘણાં વિદ્યાર્થીઓ આર્થિક સંકળામણને કારણે સમર્થ અને પ્રતિભાશાળી હોવા છતાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં અસમર્થ હતા, આ પ્રકારે અતિ મહત્વનો નિર્ણય કરી અનેક વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલવા બદલ હું પ્રધાનમંત્રીશ્રીનો સહૃદય આભાર વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવું છું.
શ્રી પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ દેશના ગરીબ, દલિત, પછાત વર્ગના ઉત્થાન માટે અનેક નિર્ણયો કર્યા છે. વર્ષો પહેલા ડો.બાબા સાહેબ આંબેડકરજીએ શિક્ષણ અને સામાજિક ન્યાય અંગેની જે વાત કરી હતી તેને સાર્થક કરવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. પૈસાના અભાવે શિક્ષણ છોડવુ પડતું હોય તેવા અનુસુચિત જાતિ સમાજના અનેક વિદ્યાર્થીઓનો ઉચ્ચ શિક્ષણ મેળવવાનો માર્ગ મોકળો થયો છે. અનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ કરીને દેશના નિર્માણમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપશે.

શ્રી પાટીલે જણાવ્યું હતું કે, આવનારા પાંચ વર્ષમાં દેશના અંદાજે ૪ કરોડથી વધુ અનુસુચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિની સહાયથી ઉચ્ચ શિક્ષણ મેળવી સુસજ્જ બનશે, ડ્ઢમ્‌ના માધ્યમથી શિષ્યવૃત્તિની રકમ સીધી તેમના ખાતામાં જમા થશે. આ નિર્ણય ગુજરાતના અનુસુચિત જાતિના અનેક વિદ્યાર્થીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.
આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદશ્રી અને પ્રદેશ પ્રવક્તા શ્રી ડો.કિરીટભાઈ સોલંકી, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પૂર્વ સાંસદ અને ભાજપાના પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષશ્રી શંભુનાથજી ટૂંડિયા તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનુચુચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે જાહેર કરેલી ’પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ’ને આવકારી આભાર માન્યો હતો અને સમગ્ર અનુસુચિત જાતિ સમાજ આ નિર્ણય માટે પ્રધાનમંત્રીશ્રીનો આભારી રહેશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here