અમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાય છે, લોકોને ઝડપથી લાયસન્સ મળશે

0
17
અમદાવાદ RTOમાં કોરોના મહામારી આવી ત્યારથી તમામ સુવિધાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. જેથી લોકોને RTO આવવું ન પડે અને સરળતાથી તેઓ તમામ કામ માટે ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે.
અમદાવાદ RTOમાં કોરોના મહામારી આવી ત્યારથી તમામ સુવિધાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. જેથી લોકોને RTO આવવું ન પડે અને સરળતાથી તેઓ તમામ કામ માટે ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે.

અમદાવાદમાં સુભાષબ્રિજ RTOની મુખ્ય કચેરીમાં લાયસન્સ મેળવવા માટે લોકોને અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. લોકોને જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય ત્યારે એપોઇમેન્ટ ના સમય પહેલા પહોંચી જવું પડતું હતું અને ત્યારબાદ બાદ તે સમયમાં જે પહેલા અરજદાર આવ્યા હોય તેનો નંબર ઝડપથી આવતો હતો. એટલે દિવસ દરમિયાન ટુ વહીલરના અંદાજીત 120 અને ફોર વહીલરના 75 જેટલા લોકોના ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવતા હતા. જોકે હવે RTO ડ્રાઇવિંગ ટેસ્ટ સવારે 9 વાગ્યા થી 9:30 વાગ્યા સુધી લેવામાં આવી રહ્યો છે જેથી હવે વધુ લોકો આનો લાભ લઇ શકે છેઅમદાવાદ RTOના મુખ્ય અધિકારી આર.એસ.દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે હવે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટની સમયમર્યાદા વધારામાં આવી છે. પહેલા 5 વાગ્યા સુધીના સમયમાં અમે થોડા ઘણા લોકોના ડ્રાઇવિંગ લઈ શકતા હતા. પરંતુ હવે રાત્રીના 9.30 સુધી ટુ વહીલર અને 4 વહીલર વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં હવે દિવસ દરમિયાન ટુ વહીલરના 250 અને ફોર વહીલરના 175 જેટલા લોકોના ડ્રાઇવિંગ ટેસ્ટ અમે ટ્રેક પર લઈએ છીએ.જેથી હવે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ઝડપી બની છે. અમારા RTOનો સ્ટાફ પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટે વધાર્યો છે.જેથી તમામ વ્યવસ્થા જળવાઈ રહે. વરસાદમાં પાણી ભરાઈ એવી કોઈ મોટી સમસ્યા ટ્રેક પર નથી. પાણી પણ ટ્રેક પરથી નીકળી જાય છે. તમામ વ્યવસ્થા જળવાઈ તેનું ધ્યાન રાખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here