આજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલનું લોકાર્પણ કરશે

0
19
આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે”. આ એક્વેટિક ગેલરીનું મહત્ત્વનું પાસું એ છે કે અહીં 188 પ્રજાતિની 11600થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે.
આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે”. આ એક્વેટિક ગેલરીનું મહત્ત્વનું પાસું એ છે કે અહીં 188 પ્રજાતિની 11600થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે ગુજરાતમાં રહેશે. સાંજે ચાર વાગ્યે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું હતું કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની કનેક્ટિવિટી વધુ સુલભ બને.આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે.ગાંધીનગરને મળી રહ્યું છે રિડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન! આ આધુનિક સ્ટેશનની ટોચ પર છે 318 રૂમથી સજ્જ પંચતારક બિઝનેસ હોટલ. આજે સાંજે 4 વાગ્યે વડાપ્રધાન રિડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ સ્ટેશન અને આધુનિક ફાઇવસ્ટાર બિઝનેસ હોટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા અધિકારીઓ, સ્પોર્ટ્સ પર્સન સહિત કુલ 675 લોકો ઉપસ્થિત રહેશે વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર વારાણસી વચ્ચે અઠવાડિયામાં એકવાર દોડનારી સુપરફાસ્ટ ટ્રેનનું પણ પ્રસ્થાન કરાવશે. એ ઉપરાંત ગાંધીનગરથી તારંગા નજીક વરેઠા સુધીની વાયા વડનગરની દિવસમાં બેવાર દોડનારી મેમુ ટ્રેનનું પણ પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ અમદાવાદ રેલવે સ્ટેશનથી સહભાગી થશે. અમદાવાદથી કેટલાક અગ્રણીઓ-યાત્રિકો આ ટ્રેનમાં જોડાવાના ગાંધીનગરમાં તૈયાર થયેલી 5 સ્ટાર હોટલ. આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે”. આ એક્વેટિક ગેલરીનું મહત્ત્વનું પાસું એ છે કે અહીં 188 પ્રજાતિની 11600થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે. અહીં ગેલરીમાં 10 અલગ-અલગ ઝોનમાંથી લાવેલી જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે, જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here