આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે

0
268
આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની આ 125 મી જન્મજયંતિ છે. દેશની સ્વતંત્રતા આંદોલનના નાયકોમાંના એક નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને કેન્દ્ર સરકારે પરાક્રમ દિવસના રૂપમાં ઉજવવાનું નક્કી કર્યું છે. તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દુંગા .! જય હિન્દ. જેવા સૂત્રો દ્વારા આઝાદીની લડાઈને નવી શક્તિ આપનારાસુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ ઓડિશાના કટક ખાતે થયો હતો. નેતાજીનું જીવનચરિત્ર અને કઠોર બલિદાન આજના યુવાનો માટે ખૂબ જ છે પ્રેરણાદાયક છે.નેતાજીનું સૂત્ર ‘જય હિન્દ’ ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું.તમણે સિંગાપોરના ટાઉનહોલની સામે સૈન્યને સુપ્રીમ કમાન્ડર રૂપમાં સંબોધન કરતા ‘દિલ્હી ચલો’ નુ સૂત્ર આપ્યુ.ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેસુભાષચંદ્ર બોઝે જ સંબોધિત કર્યા હતા.તેઓ જલિયાંવાલા બાગ કાંડથી એટલા વ્યથિત થયા કે તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં ડૂબી ગયા.
નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમના પરિવારમાં 9 મા નંબરનો બાળક હતા.
– નેતાજી તેમના બાળપણના દિવસોથી જ એક નોંધપાત્ર વિદ્યાર્થી અને રાષ્ટ્રપ્રેમી પણ હતા,
– નેતાજીએ આઝાદીની લડાઇમાં જોડાવવા માટે આરામદાયક ભારતીય સિવિલ સર્વિસની નોકરીને ઠુકરાવી દીધી. ભારતીય સિવિલ સર્વિસીઝ પરીક્ષામાં તેમમી 4 થી રૈંક હતી.
– જલિયાવાલા બાગ હત્યાકાંડે તેમને એટલા વિચલિત કરી નાખ્યા કે તેઓ ભારતની આઝાદીની લડાઈમાં કૂદી પડ્યા.
– નેતાજીને કોલેજના દિવસોમાં એક અંગ્રેજી શિક્ષકના ભારતીયોને લઈને આપત્તિજનક નિવેદન પર તેમને ખાસો વિરોધ કર્યો. જેને કારણે તેમને કોલેજમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા.
– 1921 અને 1941 ની વચ્ચે નેતાજીને ભારતની જુદી જુદી જેલમાં 11 વાર કેદ કરવામાં આવ્યા.
– 1941માં તેમને એક ઘરમાં નજરબંદ કરીને મુકવામાં આવ્યા હતા, જ્યાથી તેઓ ભાગી નીકળ્યા. નેતાજી કારથી કલકત્તાના ગામો માટે નીકળી પડ્યા. ત્યાથી તેઓ ટ્રેનથી પેશાવર નીકળી પડ્યા. અહીથી તેઓ કાબુલ પહોચ્યા અને પછી કાબુલથી જર્મની રવાના થઈ ગયા જ્યા તેમની મુલાકાત અડૉલ્ફ હિટલર સાથે થઈ.
– 1943માં બર્લિનમાં રહેતા નેતાજીએ આઝાદ હિંદ રેડિયો અને ફ્રી ઈંડિયા સેંટરની સ્થાપના કરી હતી.
– નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મહાત્મા ગાંધીની અનેક વાતો અને વિચારોને પસંદ નહોતા કરતા અને તેમનુ માનવુ હતુ કે હિંસક પ્રયાસ વગર ભારતને આઝાદી નહી મળે.
– નેતાજીનુ એવુ માનવુ હતુ કે અંગ્રેજોને ભારતમાંથી બહાર કરવા માટે સશક્ત ક્રાંતિની જરૂર છે, તો બીજી બાજુ ગાંધી અહિંસક આંદોલનમાં વિશ્વાસ કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here