આ મોદી છે,આતંકીઓને પાતળમાંથી શોધીને પણ તેમનો નાશ કરશેઃ મોદી

0
798

(જી.એન.એસ)નાસિક,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાસિકમાંથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે દરેક આતંકીને ખબર છે, હવે દેશના કોઈ પણ ખુણે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા, તો આ મોદી છે. તેઓ બરાબર જાણે છે કે, મોદી તેમને પાતાળમાંથી પણ શોધી કાઢશે અને ખતમ કરી નાખશે.
વડાપ્રધાને કહ્યું હતું કે, અમે આતંકવાદની ફેક્ટરીમાં ઘૂસીને તેને ખતમ કરી દીધી. હવે આતંક માત્ર જમ્મુ કાશ્મીર સુધી સમેટાઈ ગયો છે. હવેથી કોઈ પણ ભારતને આંખ દેખાડતાં પહેલાં ૧૦૦ વખત વિચારશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, “દેશમાં એક એવી જમાત પણ છે જે એક દિવસ સરકાર બનાવે છે અને બીજા દિવસે તો તોડી પણ પાડે છે. હું જ્યારે ૨૦૧૪માં પહેલી વખત ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે તેઓએ મને કહ્યું હતું કે, વિદેશ નીતિ કઈ રીતે સંભાળીશું? ત્યારે મેં કહેલું કે, અમે દુનિયાની સાથે આંખ નીચી રાખીને કે આંખી ઊંચી કરીને નહીં પણ તેમની આંખમાં આંખ નાંખીને વાત કરીશું.
વડાપ્રધાને નાસીકમાં ભાષન દરમિયાન શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શ્રીલંકામાં નર રાક્ષસોએ ખૂની ખેલ ખેલ્યો છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, મારા અગાઉની સરકારમાં ભારતમાં પણ અનેક જગ્યાએ બોંબ વિસ્ફોટ થતા હતા. ત્યારે અહીં કોંગ્રેસ અને એનસીપીની સરકાર હતી. તેઓ વિસ્ફોટ પછી માત્ર શ્રદ્ધાંજલિ સભાઓ રાખતા હતા. ત્યારે સરકાર રોતી હતી કે પાકિસ્તાન અમારા દેશમાં આવીને આવું કરે છે, તેવું કરે છે. પણ હવે તમારા આ ચોકીદારે કોંગ્રેસ-એનસીપીનો આ ડર ખતમ કરી દીધો છે.
વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું કોંગ્રેસની એક ચાલાકી પણ જણાવવા માગુ છું. વચેટિયાને ફાયદો કરાવવા પાકની કિંમત સાથે તેઓ રમત કરતા. કોંગ્રેસ સરકારે વચેટિયાઓને હંમેશા બચાવ્યાં છે. જ્યારે અમારી સરકારે વચેટિયાઓને પકડવાનું કામ કર્યું છે. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં નદીઓને લઈને પણ જુઠ્ઠાણાં ફેલાવે છે.
તેમણે કહ્યું હતું કે, આદિવાસી બાળકોના અભ્યાસ માટે એકલવ્ય મોડલ સ્કૂલ ખોલવામાં આવી રહી છે. આદિવાસી હસ્તશિલ્પ કલાના પ્રચાર-પ્રસાર માટે ઓનલાઈન માધ્યમનો વિકાસ કરાયો છે. અન્નદાતા ખેડૂતો માટે બીજથી લઈને બજાર સુધી મજબૂત માળખ્હું તૈયાર કરવામાં છે. અનેક ખેડૂત પરિવારના ખાતાઓમાં સહાયતા રાશિ અને યોજનાઓની રકમ આવી પણ ગઈ છે. ફરીથી મોદી સરકાર આવવા પર મહારાષ્ટ્રમાં પાંચ એકરની જમીનના નિયમ હટાવી દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here