ઈન્ફિનિક્સ સેલ્ફી- કેન્દ્રિત સ્માર્ટફોન હોટ એસ૩નું નવા અવતારમાં પુનરાગમન

0
1493

ઈન્ફિનિક્સ સેલ્ફી- કેન્દ્રિત સ્માર્ટફોન હોટ એસ૩નું નવા અવતારમાં પુનરાગમનઃ નોચ ડિસ્પ્લે સાથેનો પ્રથમ એઆઈ- સેલ્ફી સ્માર્ટફોન હોટ એસ૩એક્સ રજૂ કર્યો

  • હોટ એસ૩એક્સ ૧૦કે શ્રેણીમાં ઉત્તમ છે, જેમાં ૬૨ ઈંચ એચડી + નોચ ડિસ્પ્લે, ગ્લાસ ફિનિશ, ૧૬ એમપી એઆઈ સેલ્ફી, ડ્‌યુઅલ રિયર કેમેરા 3+32 GB અને વ્યાપર ૪૦૦૦mAh છે.
  • હોટ એસ૩એક્સ ફિ્‌લપકાર્ટના બિગ દિવાલી સેલ દરમિયાન રૂ. ૯૯૯૯ની કિંમતે વેચાણમાં મુકાશે.

નવી દિલ્હી, ૨૫મી ઓક્ટોબર, ૨૦૧૮- આ વર્ષના આરંભમાં રજૂ કરવામાં આવેલા હોટ એસ૩ની સફળતાથી પ્રેરિત ટ્રાન્શિયન હોલ્ડિંગ્સનની પ્રીમિયમ ઓનલાઈન- પ્રેરિત સ્માર્ટફોન બ્રાન્ડ ઈન્ફિનિક્સે મિડ- બજેટ સેગમેન્ટમાં તેની સેલ્ફી કેન્દ્રિત હોટ્‌સ સિરીઝમાં વધુ એક અજાયબીના રૂપમાં હોટ એસ૩એક્સનો ઉમેરો કર્યો છે. આ નવો રજૂ કરવામાં આવેલો સ્માર્ટફોન ખાસ ફિ્‌લપકાર્ટ પર ૧લી નવે.થી ૫મી નવે. ૨૦૧૮ સુધી ત્રણ સુંદર રંગ આઈસ બ્લુ, સેન્ડસ્ટોન બ્લેક અને ટ્રેડવિંડ્‌સ ગ્રેમાં બિગ દિવાલી સેલ દરમિયાન મળી શકશે.

ઈન્ફિનિક્સ ભાવિ તૈયાર ઉપકરણો બનાવવામાં અને ઉપભોક્તાઓને અત્યંત સ્પર્ધાત્મક કિંમતે બેસ્ટ સ્માર્ટફોન અનુભવ સાથે સશક્ત બનાવવાનો મોરચે હંમેશાં એક પગલું આગળ રહેવા માટે ઓળખાય છે. હોટ એસ સિરીઝની તેની મુખ્ય ખૂબી અધોરેખિત કરતાં એસ૩એક્સે વ્યાપક બેટરી અને એસ્થેટિક સ્વરૂપ સાથે એલઆઈ અભિમુખ આધુનિક સેલ્ફી કેમેરા ટેકનોલોજીઓને જોડી છે. ઉત્કૃષ્ટ ૧૬ એમપી એઆઈ સેલ્ફી કેમેરા સાથે સમૃદ્ધ હોટ એસ૩એક્સ સાથે કંપની નોટ ડિસ્પ્લેની હરોળમાં આવી ગઈ છે. તેના પુરોગામીથી વિપરીત હોટ એસ૩એક્સમાં ૬.૨” HD+ ડિસ્પ્લે ઉપરાંત નોચ સાથે ૧૯ઃ૯ એસ્પેક્ટ રેશિયો, 13MP+2MP ડ્‌યુઅલ AI રિયર કેમેરા અને વ્યાપક ૪૦૦૦mAh બેટરીનો સમાવેશ થાય છે.

ઈન્ફિનિક્સ ઈન્ડિયાના સીઈઓ શ્રી અનીશ કપૂરે જણાવ્યું હતું કે અમે હોટ એસ૩ના લોન્ચ સાથે ધામધૂમથી ૨૦૧૮માં શુભારંભ કર્યો હતો. તે સ્માર્ટફોનને ગ્રાહકો પાસેથી અત્યંત ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને અમારી બ્લોકબસ્ટર પ્રોડક્ટ્‌સમાંથી એક બની છે. ગ્રાહક અનુભવ સુધારવાના લક્ષ્ય સાથે અને નોચની રમતને નવી ઊંચાઈએ લઈ જવા માટે અમે આજે સિરીઝમાં વધુ મોટો, બહેતર અને સ્માર્ટ વર્ઝન લાવ્યા છીએ. હોટ એસ૩એક્સ લાર્જ ૪-ઈન-૧ પિક્સેલ ટેકનોલોજીઝ સાથે ૧૬ એમપી એઆઈ પાવર્ડ સેલ્ફી કેમેરા સાથે બેસ્ટ સેલ્ફી કેમેરાનો વારસો આગળ ધપાવે છે. અન્ય મુખ્ય સુધારણાઓમાં બહેતર ગ્લાસ બેક ડિઝાઈન અને ૬.૨” HD+ સ્ક્રીન સુપર ફુલ વ્યુ નોચ ડિસ્પ્લે સાથે ૧૩+૨ ડ્‌યુઅલ રિયર કેમેરા છે, જે સબ ૧૦કે શ્રેણીમાં બેસ્ટ સેલ્ફી- કેન્દ્રિત ઓલ- રાઉન્ડર ફોનમાંથી એક બને છે. અમને તેના પુરોગામી જેવો જ પ્રેમ તેને મળશે એ બાબતે હકારાત્મક છીએ, જેને લઈ દેશની દિવાળીની ઉજવણીનો ઈન્ફિનિક્સ પણ ભાગ બનશે.

ફિ્‌લપકાર્ટ પર હોટ એસ૩ક્સના લોન્ચની ઉજવણી કરતાં ફિ્‌લપકાર્ટ ખાતે મોબાઈલ્સના સિનિયર ડાયરેક્ટર શ્રી અય્યપ્પન રાજાગોપાલે જણાવ્યું હતું કે ઈન્ફિનિક્સ હંમેશાં એફોર્ડેબલ કિંમતે નવી સ્માર્ટફોન ટેકનોલોજી લાવી છે. અમને ઈન્ફિનિક્સ સાથે અમારી બ્રાન્ડ એક્સક્લુઝિવ ભાગીદારીનો ભાગ તરીકે સફળ ફ્રેન્ચાઈઝ- હોટ સિરીઝની નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં ભારે રોમાંચની લાગણી થઈ રહી છે. અમને વિશ્વાસ છે કે આ નવી ઓફર અમારા ગ્રાહકો સાથે ઉત્તમ રીતે સુમેળ સાધશે.

ઈન્ફિનિક્સ હોટ એસ૩એક્સને ઈચ્છનીય સ્માર્ટફોન બનાવતી વિશિષ્ટતાઓઃ

  • એઆઈ સેલ્ફી કેમેરા સાથે સ્પોટલાઈટમાં રહો

જો તમને સેલ્ફીઝનો શોખ હોય તો તમારે આ ગેજેટ વસાવવું જ જોઈએ. હોટ એસ૩એક્સમાં ૧૬ એમપી એઆઈ સેલ્ફી કેમેરા છે, જે f/2.0 એપર્ચર, ફ્રન્ટ ફ્‌લેશ અને ૪-ઈન-૧ બિગ પિક્સેલ્સ સાથે ઓછા પ્રકાશમાં પણ અદભુત સેલ્ફીઝ મઢી લે છે. તેની ૪-ઈન-૧ પિક્સેલ ટેકનોલોજી એક પિક્સેલમાં ૪ પિક્સેલને વિલીન કરે છે, જેથી તમે ગમે તેવાં દશ્યમાં હોય કે પ્રકાશની સ્થિતિમાં હોય તો પણ ઉત્તમ ગુણવત્તાની સેલ્ફીઝ માટે વધુ પ્રકાશને મઢી લેવામાં મદદ કરે છે. ઉપરાંત આ ડિવાઈસ એઆઈ બ્યુટી અલ્ગોરીધમ સાથે આવે છે, જે વધુ બારીકાઈ અને સુંદર સેલ્ફી નિર્માણ કરવા માટે ૨૫૫ ફેશિયલ પોઈન્ટ્‌સ સુધી સ્કેન કરી શકે છે. તે એઆઈ બોકેહ મોડ સાથે પણ આવે છે, જે સબ્જેક્ટને નિખારતાં પાર્શ્વભૂમિને ઝાંખી કરી દે છે.

  • સુંદર પોર્ટ્રેઈટ્‌સ મઢી લો

એસ૩એક્સ તમારી ફોટોગ્રાફીમાં ઊંડાણ લાવવા માટે 13MP f2 પ્રાઈમરી કેમેરા અને 2MP સેકંડરી કેમેરાના ડ્‌યુઅલ રિયર સેટ-અપ ઈન્ટીગ્રેશન સાથે આવે છે. ફેઝ ડિટેકશન ઓટો ફોકસ અને ડ્‌યુઅલ એલઈડી સોફ્‌ટલાઈટ સાથે તે અંધારામાં પણ તમારી સુંદર ચમકને જાળવી રાખે છે. તેનું એઆઈ પોર્ટ્રેઈટ મોડ પિક્સેલથી પિક્સેલનું માપન કરે છે, સબ્જેક્ટને ઓળખે છે અને ફોરગ્રાઉન્ડમાં લાવે છે અને બાકી બધું ઝાંખું કરી દે છે. ઊંડાણભર્યા ર્લનિંગ અલ્ગોરીધમ પ આધારિત એઆઈ ઓટો સીન ડિટેકશન (એએસડી) સાથે તે બધા પ્રકારની પ્રકાશની સ્થિતિઓને શોધે છે અને આપોઆપ બ્રાઈટનેસ અને કોન્ટ્રાસ્ટ રેશિયો સમાયોજિત કરીને કોઈ પણ બહારી વાતાવરણમાં ઉત્તમ ઈમેજ આઉટપુટ આપે છે.

  • આકર્ષક વિઝ્યુઅલ અનુભવ જુઓ

વિડિયો સ્ટ્રીમિંગ ૬.૨ ઈંચ સ્ક્રીન અને ૧૯ઃ૯નોચ ડિસ્પ્લે સાથે ઈન્ફિનિક્સ હોટ એસએક્સ૩ પર આનંદિત અનુભવ બની જાય છે. ૧૫૦૦*૭૨૦પિકસેલ્સના HD+ રિઝોલ્યુશન સાથે સમૃદ્ધ, ૫૦૦ નિટ્‌સ બ્રાઈટનેસ અને ૮૬%સ્ક્રીનથી બોડી રેશિયો સાથે તે વધુ સ્ક્રીન જગ્યા આપે છે, જેને લઈ ઉપભોક્તાઓ વધુ જોઈ શકે છે. લેન્ડસ્કેપ મોડમાં મુવીઝ, ટીવી શોઝ અને ગેમ્સ જોવાનું વધુ મનોરંજક બની જાય છે. ટૂંકમાં પ્રોની જેમ હાલતાચાલતા મલ્ટી- ટાસ્ક કરે છે.

  • સુંદર ડિઝાઈન સાથે સમૃદ્ધ

એસ૩એક્સમાં મહત્તમ બોડી આર્ક કર્વેચર, ખૂણાઓમાં ફ્‌લુઈડિક ડિઝાઈન અને પાછળ મિરર ગ્લાસ ફિનિશ સાથે પ્રીમિયમ સ્ટાઈલિશ ડિઝાઈન છે, જે તેને રુઆબ છાંટવા માટે પરફેક્ટ ડિવાઈસ બનાવે છે. ઈનસેલ અને બારીકાઈથી ઘડેલા 2.5D ગ્લાસ એકબીજાને એવા ઉત્તમ રીતે સમાવી લે છે કે હોટ એસ૩એક્સ વધુ આધુનિક મોનોલિથિક અહેસાસ આપે છે. આ સ્માર્ટફોન ફક્ત ૧૫૦ ગ્રામ સાથે વજનમાં હલકો છે અને હાથોમાં એકદમ અનુકૂળ લાગે છે. એક્સ૩એક્સ ૩ અદભુત રંગોમાં મળી શકશે, જેમાં આઈસ બ્લુ, સેન્ડસ્ટોન બ્લેક અને ટ્રેડવિંડ્‌સ ગ્રેનો સમાવેશ થાય છે.

  • દીર્ઘ ટકાઉ મનોરંજન

સંપૂર્ણ ચાર્જ કર્યા પછી ઉપભોક્તાઓ વ્યાપક 4000mAh બેટરી સાથે એક ચાર્જમાં ૨ દિવસ બેટરી આયુષ્ય માણી શકે છે, જે ૪જી ટોક- ટાઈમના ૨૩ કલાક, વિડિયો પ્લેબેકના ૯ કલાક અને ઓડિયો પ્લેબેકના ૧૫ કલાક આપે છે.

  • બેરોકટોક કામગીરી

ક્વેલ્કોમ સ્નેપડ્રેગન ૪૩૦, ૬૪ બિટ ઓક્ટા- કોર પ્રોસેસર અને એડ્રેનો 505 GPU સાથે સમૃદ્ધ હોટ એસ૩એક્સ કોઈ પણ લેગ વિના કાર્યક્ષમ રીતે બેરોકટોક કામગીરી આપે છે. સ્માર્ટફોન 3GB RAM અને 32GB ય્મ્સ્ટોરેજ સાથે આવે છે, જે તમને આકર્ષક ૬.૨” HD+ સ્ક્રીન પર મલ્ટી- ટાસ્કિંગના લાભો આપે છે. તે ૩-ઈન-૧ મલ્ટી કાર્ડ સ્લોટ સાથે  પણ આવે છે, જ્યાં તમે સમર્પિત માઈક્રોએસડી કાર્ડ સાથે ડ્‌યુઅલ નેનો સિમ પણ નાખી શકો છો.

ઉપરાંત સુપરફાસ્ટ ફિંગરપ્રિંટ સેન્સર અને આધુનિક ઈન્ટીગ્રેટેડ ફેસ અનલોક પણ છે, જે તમારા સ્માર્ટફોનની સલામતી ઓર વધારે છે, જે ફોનને ફક્ત ૦.૩ સેકંડ્‌સમાં અનલોક કરે છે. તે નવી એન્ડ્રોઈડ ઓરિયો ૮.૧ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પાવર્ડ XOS ૩.૩ સાથે આસાન અને ઝડપી સોફ્‌ટવેર અનુભવ પણ પ્રદાન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here