એચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત

0
2261

એચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત
મુંબઈ, ૨૪ ઓક્ટોબર, ૨૦૧૮ઃ ખાનગી ક્ષેત્રમાં ભારતની તૃતીય સૌથી વિશાળ બિન- જીવન વીમા પ્રદાતાએચડીએફસી એર્ગો જનરલ ઈન્શ્યુરન્સ કંપનીએ ૨૧મી ઓક્ટોબર, ૨૦૧૮થી ૨૮મી ઓક્ટોબર, ૨૦૧૮ સુધી સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત કરી છે. આ સપ્તાહ દરમિયાનએચડીએફસી એર્ગો સાઈબરક્રાઈમના વિવિધ ચહેરાઓ વિશે જાગૃતિ ફેલાવવા માગે છે અને તેની થીમ જ્રહેકસેલડો હેઠળ નાગરિકોમાં સાઈબર સલામતીની જરૂરને પ્રોત્સાહન આપવા માગે છે.
સાઈબર સિક્યુરિટી વીક લોન્ચ કરવા નિમિત્તેએચડીએફસી એર્ગોએ માનવંતા વક્તાઓને ભારતમાં વધતા સાઈબર ગુનાઓ પર પ્રકાશ પાડવા અને નાગરિકો દ્વારા હાલમાં સામનો કરાતા પડકારો વિશે ચર્ચા કરવા માટે આમંત્રિત કર્યા છે. ચર્ચા માટે પેનલિસ્ટો નીચે મુજબ છેઃ
• બાલસિગ રાજપૂત, ડીસીપી સાઈબ ક્રાઈમ મહારાષ્ટ્ર
• સાકેત મોદી, એથિકલ હેકર લુસિડિયસ ટેક
• સુહાસ તુલજાપુરકર, મેનેજિંગ પાર્ટનર, લેજાસિસ પાર્ટનર્સ અને લેગાસિસ સર્વિસીસના સ્થાપક ડાયરેક્ટર
• વરખા ચુલાની, ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ અને માનસિક આરોગ્ય નિષ્ણાત
• અનુરાગ રસ્તોગી, એચડીએફસી એર્ગો જનરલ ઈન્શ્યુરન્સ કંપનીના એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટના સભ્ય.
સાઈબર ક્રાઈમ મહારાષ્ટ્રના ડીસીપી ડો. બાલસિંગ રાજપૂતે પેનલને સંબોધન કરતાં જણાવ્યું હતું કે દેશમાં વર્ષ દર વર્ષ ૧૦૦ ટકાની વૃદ્ધિ સાથે સાઈબર ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ફિશિંગ જેવા કૌભાંડો વૈકલ્પિક ઉદ્યોગ બની ગયા છે, જેમાં પીડિતોને લક્ષ્ય બનાવવા માટે કોલ સેન્ટરો સ્થાપવામાં આવે છે. મહારાષ્ટ્ર સાઈબર ક્રાઈમ વિભાગે આ ગુનાઓને નાથવા માટે કાયદાનો અમલ કરવા માટે સાઈબર સિક્યુરિટી અને સાઈબર લેબ પ્રોજેક્ટો રજૂ કર્યા છે.
લુસિડિયસના સીઈઓ અને સહ- સ્થાપક શ્રી સાકેત મોદીએ જણાવ્યું હતું કે નાગરિકોને ટેકનોલોજી અથવા સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવાની બાબતમાં જાગૃતિનો અભાવ છે. આ ડિજિટલ યુગમાં આપણે મોટા ભાગના લોકોને સ્માર્ટફોન પણ સંપૂર્ણ રીતે હાથ ધરવાની તાલીમ અપાઈ નથી અને તેથી આસાનીથી મૂળભૂત હેક્સના ભોગ બનીએ છીએ. નાગરિકોએ ઈન્ટરનેટ પર કશું પણ અપલોડ કરવામાં આવે તે હેક થઈ શકે છે અનેતેથી ઓનલાઈન હોય ત્યારે બહુ ધ્યાન રાખવાની જરૂર છે.
સાઈબર હેક અંગે કાનૂની પાસાં પર બોલતાં લેગાસિસના પાર્ટનર અને લેગાસિસ સર્વિસીસના સ્થાપક ડાયરેક્ટર શ્રી સુહાસ તુલજાપુરકરે જણાવ્યું હતું કે સાઈબર ગુના સંબંધી વર્તમાન કાયદાઓમાં નિશ્ચિત જ ખામી છે. ખાસ કરીને સીમાઓમાં સાઈબર અંગે ન્યાયાલયીન પડકારો છે અને સંગઠિત સાઈબર ક્રાઈમ ઉદ્યોગ દ્વારા કરવામાં આવતી પ્રગતિને પાછળ મૂકવા માટે મજબૂત કાયદા લાવવા ધારાધોરણો જરૂરી છે.
સાઈબર હેકના ભાવનાત્મક પાસા વિશે બોલતાં ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ અને માનસિક આરોગ્ય નિષ્ણાત વરખા ચુલાનીએ ઝણાવ્યું હતું કે આજના નાગરિકો સેલ્ફિટાઈટિસની નવી સ્થિતિથી પીડાઈ રહ્યા છે. આજકાલ ઘરમાં સંબંધો વધુ અસંરક્ષિત બન્યા છે, જેની પાછળ ગેજેટ્‌સનો બેસુમાર ઉપયોગ છે. આને કારણેયુગલો અને પરિવારોમાં નાણાકીય નુકસાન કરતાં ભાવનાત્મક નુકસાન વધુ થઈ રહેલું જોવા મળે છે. વાલીઓએ શિસ્તનો ઉપયોગ કરવો જોઈએ અને તેમના બાળકો માટે ઈન્ટરનેટનો દુરુપયોગ ટાળવા માટે સમયમર્યાદા રાખવી જોઈએ.
સાઈબર સિક્યુરિટી ઈન્શ્યુરન્સ વીકના લોન્ચ પર બોલતાંએચડીએફસી એર્ગો જનરલ ઈન્શ્યુરન્સ કંપનીના એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટના સભ્ય શ્રી અનુરાગ રસ્તોગીએ જણાવ્યું હતું કેએચડીએફસી એર્ગોમાં અમને ભારતમાં સાઈબર ગુનાના ચહેરાઓ વિશે જાગૃતિ લાવવા માટે સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીક લોન્ચ કરવામાં બેહદ ખુશી થાય છે. આજે નાગરિકો સાઈબર ગુનાને લીધે નાણાકીય અને ભાવનાત્મક રીતે પણ મોટું નુકસાન વેઠી રહ્યા છે, જેમાં કાનૂની ફી અથવા સાઈકોલોજિસ્ટને ક્ન્સલ્ટ કરવા માટે થતા ખર્ચનો સમાવેશ થાય છે. અમેએચડીએફસી એર્ગોઈજ્રજીષ્ઠેિીલોન્ચ કર્યું છે, જે વ્યક્તિગત સાઈબર વીમા પોલિસી છે, જેનું લક્ષ્ય સાઈબર હુમલો કે સાઈબર છેતરપિંડીન લીધે થતા કોઈ પણ આર્થિક નુકસાનમાંથી બહાર આવવા નાગરિકોનું મદદરૂપ થવાનું છે.
એચડીએફસી એર્ગોએ હાલમાં જ ઈજ્રજીષ્ઠેિીસાઈબર વીમા પોલિસી રજૂ કરી હતી. આ પોલિસીનું લક્ષ્ય નાગરિકો અને તેમના પરિવારોને કોઈ પણ સાઈબર હુમલા, સાઈબર છેતરપિંડી અથવા ડિજિટલ ધમકીઓ જે નાણાકીય અને નામનાને નુકસાન પહોંચાડે છે તેની સામે વ્યાપક રક્ષણ આપવાનું છે. પોલિસી અનેએચડીએફસી એર્ગો ઈન્શ્યુરન્સ યોજનાઓની સંપૂર્ણ શ્રેણી પર વધુ વિગતો માટે કૃપા કરીને એચડીએફસી એર્ગોના પ્રતિનિધિનો સંપર્ક કરો અથવા વીમો લેવા પૂર્વે જોખમનાં પરિબળો, અપવાદો, નિયમો અને શરતો પર વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ પત્રક www.hdfcergo.comfor પર વાંચો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here