એર ઇન્ડીયાનું સર્વર ખોટકાતા દુનિયાભરમાં યાત્રીઓ હેરાન-પરેશાન થયા

0
887

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૭
એર ઇન્ડીયાનું સર્વર પાંચ કલાક ડાઉન રહ્યા બાદ આખરે કાર્યરત થયું હતું. એરલાઈનના સીએમડી અશ્વિની લોહાનીએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પેસેન્જર સિસ્ટમ મેન્ટેનન્સના કારણે શનિવારે વહેલી સવારના ૩.૩૦થી ૪.૩૦ વાગ્યા દરમિયાન એર ઇન્ડીયાનું સર્વર ડાઉન થઈ ગયું હતું. સવારના ૮.૪પ કલાકે આખરે સિસ્ટમ ઠીક થતાં એરલાઈનના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
એર ઇન્ડીયાની ફ્લાઈટ્‌સનું સર્વર ડાઉન થવાના કારણે આજે યાત્રીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. એર ઇન્ડીયાની ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એમ તમામ ફ્લાઈટ પર તેની અસર જાવા મળી હતી. મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર ઘણા યાત્રીઓએ હોબાળો પણ કર્યો હતો. કેટલાક પ્રવાસીઓએ ફરિયાદ કરી હતી કે એર ઇન્ડીયા કર્મચારીઓ દ્વારા તેમની વાત પણ સાંભળવામાં આવી ન હતી અને તેમને કોઈ સંતોષકારક જવાબ પણ મળ્યો ન હતો.
એર ઇન્ડીયા એરલાઈન્સના SITA સર્વરમાં ખામી સર્જાઈ હતી. હકીકતમાં SITA એક મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપની છે, જે એર ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝને આઈટી અને ટેલિકોમ્યુનિકેશન સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. મોટા ભાગની પેસેન્જર ફ્લાઈટ્‌સ હાલ SITA ટેક્નોલોજીનો જ ઉપયોગ કરે છે.
સર્વર ડાઉન થયા બાદ યાત્રીઓને પડેલી પરેશાની જાઈને એર ઇન્ડીયાએ એક નિવેદન જારી કરી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને પ્રવાસીઓની માફી પણ માગી હતી. એર ઇન્ડીયાના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે SITA સર્વર ડાઉન થવાના કારણે અનેક ફ્લાઈટ પ્રભાવિત થઈ છે. યાત્રીઓને જે તકલીફ પડી તે બદલ અમો દિલગીર છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here