કોંગ્રેસ ૧૦ લાખ યુવાઓને પંચાયતોમાં રોજગારી આપશેઃ રાહુલ ગાંધી

0
873

(જી.એન.એસ)ધૌલપુર,તા.૨૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વાયદા પર ખરા નથી ઉતર્યાનો આરોપ લગાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કÌšં કે તેઓ જયાં પણ જાય છે ત્યાં ખોટું બોલે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બપોરે ધૌલપુરના સૈપઉમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી.
તેમણે કહ્યું કે, ‘કેન્દ્રની સત્તામાં આવતા જ કોંગ્રેસ ન્યાય યોજના હેઠળ પાંચ કરોડ મહિલાઓના ખાતામાં ૩.૬૦ લાખ રૂપિયા જમા કરાવશે. ૨૨ લાખ યુવાઓને સરકારી નોકરી મળશે. દસ લાખ યુવાઓ પંચાયતમાં રોજગારી આપશે. તથા દેશનો કોઈ પણ ખેડૂત દેવું ન ચુકવી શકવાની પસ્થિતિમાં જેલમાં મોકલાશે નહીં.
રાહુલે કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી જયાં પણ જાય છે ત્યાં ખોટું બોલે છે. ખેડૂતોને યોગ્ય ભાવ આપીશ, બે કરોડ યુવાઓને રોજગારી આપીશ. ૧૫ લાખ રૂપિયા બેંક ખાતામાં નખાવીશ. હું અહીં તમને ખોટું બોલવા આવ્યો નથી. હું તમને સીધે સીધુ કહું છું કે ૧૫ લાખ રૂપિયા આપી શકાય નહીં. ૩,૬૦,૦૦૦ રૂપિયા બેંક એકાઉન્ટમાં આવશે, એ મારી ગેરંટી છે. પાંચ કરોડ બેંક ખાતામાં જશે.
તેમણે કહ્યું કે હું, ‘તમને એમ નહીં કહું કે બે કરોડ યુવાઓને રોજગારી આપીશ. હું કહીશ કે ન્યાય યોજના હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થા માટે મહત્વની હશે. એક વર્ષમાં ૨૨ લાખ યુવાઓને રોજગારી અપાશે. દસ લાખ યુવાઓને પંચાયતોમાં રોજગારી અપાશે. હું તમને આમ કહીશ.
તેમણે કહ્યું કે, ‘હું તમને એમ પણ કહીશ કે રાજસ્થાનની સરકાર, હિન્દુસ્તાનની સરકાર, તમારું શિક્ષણ, તમારા સ્વાસ્થ્ય, સરકારી હોÂસ્પટલ બનાવવા, સરકારી કોલેજ યુનિવર્સિટી બનાવવામાં તમારા પૈસા નાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here