જાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા

0
292
સાયકલિંગનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી મૂડ ફ્રેશ થઈ જાય છે અને નવી ઉર્જાનો સંચાર થાય છે.
સાયકલિંગનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી મૂડ ફ્રેશ થઈ જાય છે અને નવી ઉર્જાનો સંચાર થાય છે.

સાયકલિંગ ઘણાં લોકોનું ફેવરિટ વર્કઆઉટ બની ગયું છે. સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો સાયકલિંગ કરતા દેખાય છે. સાયકલિંગ એક સારૂ કાર્ડિયો વર્કઆઉટ છે. આખો દિવસ ઘરમાં રહેતા અને ઘરે રહીને કામ કરતા લોકો મૂડ સારો કરવા અને ફ્રેશ થવા માટે પણ સાયકલિંગ કરે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે સાયકલિંગ કરવાથી તેનો મહત્તમ ફાયદો મેળવી શકાય અને સાયકલિંગ કરતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.


– જો તમે વજન ઘટાડવા માટે સાયકલિંગ કરતા હોવ તો એક કલાકથી વધારે સાયકલ ચલાવી જોઈએ. આ વર્કઆઉટમાં 20 મિનિટ પછી ફેટ બર્ન થવાનું શરૂ થાય છે.
– જ્યારે તમે બહાર સાયકલિંગ કરવા જાવ છો તો સપાટ જમીન પર સાયકલિંગ કરો અને ધીમે ધીમે ગતિમાં વધારો કરો.
– રોજ બહાર સાયકલ ચલાવવા જતા હોવ તો તમારા માટે પહેલા અને પછી સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે. તમારા આમ્સ, લેગ્સ, બેક તમામની સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરો.
– વજન ઘટાડવા માટે સાયકલિંગ કરતા હોવ તો ઓછામાં ઓછી 20 થી 30 મિનિટ સાયકલ ચલાવવી જોઈએ. અને કેટલુ અંતર કાપ્યું તે જોયા કરતા કેટલીવાર સુધી સાયકલિંગ કર્યું તે જોવું મહત્વનું છે.
– રસ્તા પર સાયકલિંગ કરતા સમયે એક ગતિ જાળવી રાખવી મુશ્કેલ છે કારણ કે બીજા વાહનોની પણ અવર-જવર હોય છે. પણ તમારી હાર્ટ બિટ્સ 110 થી 130 વચ્ચે રાખવાની કોશિશ કરો. આ એક સારૂ કાર્ડિયો વર્કઆઉટ બની શકે છે.
– સાયકલિંગમાં પેડલ મારવાથી માંસપેશિયોની સારી એક્સરસાઈઝ થાય છે અને ટોનિંગમાં પણ મદદ મળે છે.  તમે સતત વજન ઘટાડવા માંગતા હોવ તો સાયકલિંગ પર જતા પહેલા વેઈટ ટ્રેનિંગ કરવી જરૂરી છે.
– તો જો તમે સાયકલિંગ કરવાનું શરૂ ન કર્યું હોય તો તમારા ન્યૂ યર રિઝોલ્યુશનમાં તેનો પણ સમાવેશ કરી દો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here