ટાટા મોટર્સે સાણંદ એકમમાંથી ૫ લાખમું પેસેન્જર વિહિકલ બહાર મૂક્યું

0
1189

ટાટા મોટર્સે સાણંદ એકમમાંથી ૫ લાખમું પેસેન્જર વિહિકલ બહાર મૂક્યું

મુંબઇ, ૨૩ ઓક્ટોબર, ૨૦૧૮ઃ ટાટા મોટર્સે ૧૦૦ ટકા સંચાલકીય ક્ષમતાઓનો ઉપયોગ કરતાં આજે અમદાવાદ નજીક સાણંદ ફેક્ટરીમાંથી પોતાના ૫ લાખમાં પેસેન્જર વિહિકલને સફળતાપૂર્વક બહાર મૂક્યું હતું. કંપનીના પેસેન્જર વિહિકલ પોર્ટફોલિયોમાં સાણંદ એકમ મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે કે જ્યાં મુખ્યત્વે લોકપ્રિય મોડલ્સ ટિઆગો અને ટાઇગોરનું ઉત્પાદન કરવામાં આવે છે.

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના પ્રારંભ અંગે સરકારના વિઝન સાથે તાલ મીલાવતાં સાણંદ પ્લાન્ટે ટિઆગો ઇવી સ્વરૂપે કમર્શિયવ વપરાશ માટે પ્રથમ ઇલેક્ટ્રિક પેસેન્જર વિહિકલનું ઉત્પાદન કર્યું છે અને સરકારના એનર્જી એફિશિયન્ટ સર્વિસિસ લિમિટેડ (ઇઇએસએલ) ઓર્ડરની ડિલિવરી જાળવી રાખશે.

આ પ્રસંગે ટાટા મોટર્સના પેસેન્જર વિહિકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ શ્રી મયંક પારીકે જણાવ્યું હતું કે, “ટાટા મોટર્સ ખાતે અમે અમારા મુખ્ય વ્યૂહ ટર્નઅરાઉન્ડ ૨.૦ની દિશામાં આક્રમક ધોરણે કામ કરીએ છીએ, જેથી પેસેન્જર વિહિકલમાં સાતત્યતા હાંસલ કરી શકાય. કુલ પીવી મારી વૃદ્ધિના વ્યૂહમાં શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. અમે ચોક્કસ સમય મર્યાદામાં આ સિદ્ધિ હાંસલ કરતાં ગર્વ અનુભવીએ છીએ. આ અમારા પ્રતિબદ્ધ કામદારો દ્વારા કરાયેલી સખત મહેનતનું પરિણામ છે. આ પ્લાન્ટ અદ્યતન સુવિધાઓ સાથે ઉભરી આવ્યો છે અને ટિઆગો અને ટાઇગોરના ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવી રહ્યો છે.”

ટાટા મોટર્સના એÂક્ઝક્યુટિવ ડિરેક્ટર અને સીઓઓ શ્રી સતિષ બોરવનકરે જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાણંદ પ્લાન્ટે સારી કામગીરી નિભાવી છે. સિંગલ મોડલ પ્લાન્ટથી લઇને સાણંદ મલ્ટી-મોડલ પ્લાન્ટ તરીકે વિકસ્યો છે અને ટિઆગોની રજૂઆતથી તેની સાથે સંકળાયેલો રહ્યો છે. અમે ડબલ્યુસીક્યુ લેવલ ૩ હાંસલ કર્યું છે અને સંચાલકીય ક્ષમતા તેના ટોચના સ્તરે છે. અમે આ મહત્વપૂર્ણ સિદ્ધિની ઉજવણી કરતાં ખુશી અનુભવીએ છીએ અને આગામી સમયમાં વધુ સિદ્ધિઓ હાંસલ કરવા માટે ટીમને મારી શુભેચ્છા.”

ઉલ્લેખનીય છે કે ૧૧૦૦ એકરથી વધુ વિસ્તારોમાં ફેલાયેલા ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટે ગુજરાતમાં ઓટોમોબાઇલ ઉદ્યોગના વિકાસમાં નોંધપાત્ર ભુમિકા ભજવી છે. વર્ષ ૨૦૧૦માં સિંગલ મોડલ પ્લાન્ટથી લઇને આજે તે મલ્ટી-મોડલ ફેસિલિટી તરીકે ઉભરી આવ્યો છે અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ પ્લાન્ટ્‌સ પૈકીના એકમાં સ્થાન ધરાવે છે. ફ્લેÂક્સબલ એસેમ્બલી લાઇન સાથે આજે પ્લાન્ટ નેનો, ટિઆગો અને ટાઇગોર મોડલ્સના ૨૧ વેરિઅન્ટ્‌સ સાથે ૧૫૦ વિહિકલ કોÂમ્બનેશનનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત તે -રેવેટ્રોન ૧.૨ એલ – પેટ્રોલ (મેન્યુઅલ અને ટ્રાન્સમીશન), રેવોટોર્ક ૧.૦૫ એલ ડીઝલ, ૬૨૪ સીસી, એમપીએફઆઇ – પેટ્રોલ (મેન્યુઅલ અને ઓટો ટ્રાન્સમીશન) તથા ૧.૨ એનજીટીસી – પેટ્રોલ (મેન્યુઅર અને ઓટો ટ્રાન્સમીશન) એÂન્જનનું પણ ઉત્પાદન કરે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટાટા મોટર્સે ટર્નઅરાઉન્ડ સ્ટ્રેટેજી સાથે માર્કેટમાં મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. આનું મુખ્ય કારણ શક્ય હોય તે પ્રકારે અસરકારક રીતે તમામ બિઝનેસમાં નવીન પહેલ કરવામાં આવી છે. કંપનીના પ્લાન્ટ્‌સ ખાતે માળખામાં સંખ્યાબંધ સુધારા હેઠળ સાણંદ એકમનો પૂર્ણ ક્ષમતાથી ઉપયોગ થઇ રહ્યો છે અને તેનઆથી કંપનીને માર્કેટમાં ઝડપથી પ્રોડક્ટ્‌સ લાવવામાં મદદ મળી રહી છે.

શ્રેષ્ઠ પર્ફોર્મન્સ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ ટીમ સાથે સાણંદ પ્લાન્ટ પોતાને સેન્ટર ઓફ મેન્યુફેક્ચરિંગ એક્સલન્સમાં ટ્રાન્સફોર્મ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે અને ટિઆગો અને ટાઇગોર બ્રાન્ડને સ્થાપિત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here