દીવમાં ટુરિસ્ટનો ધસારો વધ્યો

0
196
કોરોનાના ઘટતા કેસમાં હવે લોકો માનસિક તણાવથી બાર નીકળી પ્રવાસની મજા માણી રહ્યા છે
કોરોનાના ઘટતા કેસમાં હવે લોકો માનસિક તણાવથી બાર નીકળી પ્રવાસની મજા માણી રહ્યા છે

દીવ: કોરોનનું સંક્રમ હવે ઘટી રહ્યું છે ત્યારે લોકો ફરી એક વાર પ્રવાસ કરવા જઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રશાસિત દીવમાં પણ ટુરિસ્ટોનો ઘસારો દિનપ્રતિદિન હવે વધતો જોવા મળી રહ્યો છે. હવે લોકો માનસિક તનાવમાંથી બહાર આવી રહ્યા છે અને ફરવાનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે. ટુરિસ્ટોનો ઘસારાને લઇ સરકારની ગાઇડલાઇન પ્રમાણે  દીવ વહીવટી તંત્ર દ્વારા કડક પાલન કરવામાં આવી રહ્યુ છે.

જો કે કોરોનાકાળમાં પણ દીવમાં ઓછા કેસ જોવા મળ્યા હતા,ત્યારે પ્રવાસીઓ દીવમાં કોરોનાનુ સંકટ નથી તે સમજી ફરવા માટે આવી રહ્યા છે. આ સાથે સ્પોટર્સ એક્ટીવીટી સહિત ફેમીલી ટૂર પણ કરતા ટુરિસ્ટો નજરે પડ્યા હતા. ખાસ કરીને રજાઓના દિવસોમાં દીવનો નાગવા બીચ, દિવાનો કિલ્લો, ચર્ચ, બ્લુ ફ્લેગ બીચ, નાયડાની ગુફા સહિતના તમામ ટુરિઝમ પોઇન્ટની મોજ માણતા પ્રવાસીઓ જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here