અમે જીતીશું તો ઘર વેરામાં ૫૦ ટકાનો ઘટાડો કરીશુ: કૉંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

0
290
ચૂંટણી ઢંઢેરો: અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ગુરુવારે ગુજરાતની મહાપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે કૉંગ્રેસનો ઢંઢેરો બહાર પાડતા કૉંગ્રેસના નેતાઓ સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા અને અન્ય.
ચૂંટણી ઢંઢેરો: અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ગુરુવારે ગુજરાતની મહાપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે કૉંગ્રેસનો ઢંઢેરો બહાર પાડતા કૉંગ્રેસના નેતાઓ સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા અને અન્ય.

અમદાવાદ: રાજ્યમાં આગામી ૨૧મી ફેબ્રુઆરીએ યોજાનારી છમહાનગરપાલિકાની ચૂંટણી માટે કૉંગ્રેસ દ્વારા આજે શપથપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં એવું વચન અપાયુ છે કે, અમે સત્તામાં આવીશું તો નાગરિકોને ઘર વેરામાં ૫૦ ટકાની રાહત આપીશું. આ ઉપરાંત બીજા પણ વચનો આપવામાં આવ્યા છે.કૉંગ્રેસે જાહેર કરેલા શપથપત્રમાં જણાવાયું છે કે, તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે.

સત્તામાં આવ્યાના ૨૪કલાકમાં કોન્ટ્રેક્ટ પ્રથા નાબૂદીની શરૂઆત કરવામાં આવશે તેમજ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા પર ભરતીપ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ શપથપત્ર જાહેર કરતા કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપની જેમ અમે ખોટા વાયદા કે વચન નથી આપતાઅમે વાયદા નહિ, શપથ લઈને આવ્યા છીએ. ભાજપના શાસનમાં જે ખોટું થાય છે એને રાઈટ કરવું એટલે ગુજરાઇટ છે.કૉંગ્રેસ કોર્પોરેશનમાં સત્તામાં મફત શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર દૂર કરવાની શપથ લઈએ છીએ. કૉંગ્રેસ ગુજરાઇટ કાર્ડ લાવશે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આ કાર્ડના માધ્યમથી સુવિધાઓ અને યોજનાઓનો લાભ લઇ શકશે. બીજી તરફ, વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે મહાનગરોમાં ભાજપનું શાસન હોવા છતાં અનેક સમસ્યાઓ છે. નાગરિકો ટેક્સ ભરતા હોવા છતાં સમસ્યાનું સમાધાન થતું નથી. ભાજપના શાસકો સમસ્યાનું સમાધાન લાવવામાં નિષ્ફળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here