BSE Sensex 50 હજારને પાર, 10 મહિનામાં 25 હજાર પોઇન્ટની તેજી

0
388
ગુરૂવારે બજાર ખુલ્યાની થોડીક મિનિટો બાદ જ તે વધીને 1,98,67,265 પોઇન્ટ પર પહોંચી ગયું.
ગુરૂવારે બજાર ખુલ્યાની થોડીક મિનિટો બાદ જ તે વધીને 1,98,67,265 પોઇન્ટ પર પહોંચી ગયું.

નવી દિલ્હીઃ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર આજે 30 શેરોવાળા મુખ્ય ઇન્ડેક્સ સેન્સેકસ  પહેલી વાર રેકોર્ડ 50 હજાર પોઇન્ટને પાર ખુલવામાં સફળ રહ્યો. પ્રી-ટ્રેડ સેશનમાં સારા વધારા બાદ આજે  50 હજારના સ્તરથી ઉપર ખુલ્યો. ઈતિહાસમાં આવું પહેલી વાર થયું છે જ્યારે  50 હજાર પોઇન્ટને પાર પહોંચ્યો છે. સેન્સેક્સે 6 વર્ષ 8 મહિના 5 દિવસમાં 25 હજારથી 50 હજાર સુધીની સફર કરી છે. સેન્સેક્સ ઉપરાંત આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર નિફ્ટી 50 (Nifty 50) પણ 14,700 પોઇન્ટને પાર ખુલવામાં સફળ રહ્યો છે. આ પહેલા અમેરિકામાં નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden)ના શપથ ગ્રહણ બાદ વૉલ સ્ટ્રીટ (Wall Street)માં પણ રેકોર્ડ તેજી જોવા મળી. તેની અસર આજે એશિયન સ્ટોક માર્કેટોમાં પણ જોવા મળી રહી છે.રોકાણકારોને આજે બજાર ખુલવાની થોડીક જ મિનિટોમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. મૂળે, બુધવારે કારોબાર બંધ થયા બાદ BSEનું માર્કેટ કેપ 1,97,70,572.57 પર હતું. પરંતુ ગુરૂવારે બજાર ખુલ્યાની થોડીક મિનિટો બાદ જ તે વધીને 1,98,67,265 પોઇન્ટ પર પહોંચી ગયું. આ રીતે રોકાણકારોને આજે 96,690.11  કરોડ રૂપિયાનો ફાયદો થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here