આમરણાંત ઉપવાસ સમેટાય તેવા PAASના સંકેતો, ઉમિયા કેમ્પસ ખાતે સામાજિક અગ્રણીઓ સાથે બેઠક શરૂ

0
1141
news/MGUJ-AHM-HMU-LCL-hardik-patel-indefinite-fast-over-possibility-after-he-drunk-water-also-paas-gives-hint-gujarati-news
news/MGUJ-AHM-HMU-LCL-hardik-patel-indefinite-fast-over-possibility-after-he-drunk-water-also-paas-gives-hint-gujarati-news

આમરણાંત ઉપવાસને પૂરા કરે તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે. હાલમાં પાસના કન્વીનરો અને સામાજિક અગ્રણીઓ વચ્ચે ઉમિયા કેમ્પસ ખાતે બેઠક મળી છે જેમાં આગળ પ્લાનની ચર્ચા થશે. જો કેસરકાર ટસની મસ થતી નથી. ગઈકાલે ખોડલધામના નરેશ પટેલની મુલાકાત બાદ હાર્દિક હોસ્પિટલાઈઝ્ડ થયો હતો. પહેલા સોલા સિવિલ અને ત્યારબાદ એસજીવીપીની હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે. ત્યારે તેણે જળત્યાગ 24 કલાકથી વધારે સમય બાદ ફરી જળગ્રહણ કરીને હાર માની લીધી હોય તેવી રીતે તેના સાથીદાર એવા મનોજ પનારાએ જણાવ્યું હતું કે હાર્દિક હવે ડોક્ટરના કહેવાથી જમવાનું શરૂ કરશે. આ પહેલા શરદ યાદવના હાથે તેણે પાણી પીધું હતું.

પાસ કન્વીનર અને પ્રવક્તા મનોજ પનારાએ શું કહ્યું?
– શરદ યાદવ હાર્દિક પટેલને મળીને ગયા છે, તેમણે હાર્દિકને પાણી પીવડાવ્યું

– સાડા અગિયાર વાગ્યા સુધી હાર્દિક પટેલ આઇસીયુમાં હતો

– ડોક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે પાણી પીવું જરૂરી છે, નહીં તો કિડનીમાં ઇન્ફેક્શન થઇ શકે છે

– ડોક્ટરની સલાહ, શરદ યાદવની સમજાવટ બાદ હાર્દિકે પાણી પીધું છે

– સૌરભભાઈ એ ગોળ ગોળ વાત કરીને અમને મળવા કહ્યું હતું

– વિધિગત અમારી ટીમને કોઈ આમંત્રણ આપ્યું ન હતું

– અમે સરકાર ને 11 વાગ્યા સુધી મળવા બોલાવવા કહ્યું હતું, જો કે સરકારે અમને બોલાવ્યા નથી
– હાર્દિકની કિડની લિવરના રિપોર્ટ કર્યા
– ડોક્ટરનું સ્પષ્ટ માનવું હતું કે જો કિડનીનું ઇન્ફેક્શન દૂર કરવું હશે તો પાણી પીવું પડશે
– શરદ યાદવે પણ સમજાવ્યા છેવટે હાર્દિકે પાણી પીધું
– અમે 11 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું
– સરકાર લોકશાહીના બદલે સરમુખત્યારશાહી પર ઉતરી છે
– સરકાર જાણી જોઇને હાર્દિક સાથે વાત કરતી નથી
– સરકારે પ્રેમથી વાટાઘાટો કરવી જોઈએ
– સરકાર લોકશાહી મૂલ્યો જાળવવામાં અને સ્થાપવામાં નિષ્ફળ જઇ છે
– ગુજરાતમાં ખેડૂતો અને યુવાનોની ઇચ્છા છે
– સરકારે ભૂતકાળમાં ઘણા લોકોને જેલ અને હોસ્પિટલમાં ખતમ કરી ચૂકી છે
– પાસના નેતાઓ અને શરદ યાદવની અપીલને ધ્યાને લઇ પાણી પીધું
– હાર્દિકના ઉપવાસ આજે પણ ચાલુ
– આંદોલનનું નામ જ ચઢાવ-ઉતાર છે, જે જનતાની માંગ પર ચાલે છે
– જનતાની માંગ હતી કે હાર્દિકે પાણી પીવું જોઈએ
– જમવાનું પણ ડોકટર ના કહેવા પ્રમાણે શરૂ કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here