આયુષમાનને ‘ડૉક્ટર જી’ બનીને લોકોના દિલ સુધી પહોંચવું છે

0
378
આયુષમાનને આ ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચતા એટલી ગમી ગઇ કે તેણે ફિલ્મ કરવાની તરત જ હા પાડી દીધી. તે કહે છે, તેમાં મને કંઇક કરી બતાડવાની તક મળશે.
આયુષમાનને આ ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચતા એટલી ગમી ગઇ કે તેણે ફિલ્મ કરવાની તરત જ હા પાડી દીધી. તે કહે છે, તેમાં મને કંઇક કરી બતાડવાની તક મળશે.

આયુષમાન ખુરાનાની હટકે ફિલ્મોમાં બહુ ડિમાંડ છે. તેની લગભગ બધી જ ફિલ્મો નવા પ્રકારના વિષયવાળી હોય છે અનેતેમાં તે પોતાનો સુપર્બ પર્ફોર્મન્સ આપીને તેની પ્રતિભાને પુરવાર પણ કરે છે. આયુષમાન ચંદીગઢનો છે અને ફિલ્મોના શૂટિંગ દરમિયાન તે ઘર-કુટુંબથી દૂર રહે છે આથી આ ક્રિસમસ અને નવું વર્ષ તે પોતાના કુટુંબ સાથે મનાવશે. તે કહે છે, મારા કુટુંબ સાથે નવું વર્ષ મનાવ્યાને મને એક દાયકો થઇ ગયો. આથી આ વર્ષે હું તેમની સાથે જ સમય ગાળીશ. આયુષમાન ખુરાના હવે નવી ફિલ્મ ‘ડૉક્ટર જી’ કરી રહ્યો છે. આ ઉપરાંત ફિલ્મ ‘ચંદીગઢ કરે આશિકી’ પણ તે કરી રહ્યો છે. ખુરાના કહે છે, ‘ડૉક્ટર જી’ ફિલ્મનો કોન્સેપ્ટ બહુ નવા પ્રકારનો છે. એક જ પ્રોડકશનની બે ફિલ્મો ‘બરેલી કી બર્ફી’ અને ‘બધાઇ હો’માં અભિનય કર્યા બાદ આયુષમાન હવે તે જ પ્રોડકશનની આ ત્રીજી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તેમાં તે મુખ્ય ભૂમિકામાં છે. આ કેમ્પસ કૉમેડી ડ્રામાનું દિગ્દર્શન અનુરાગ કશ્યપની બહેન અનુભૂતિ કશ્યપ કરી રહી છે. આ ફિલ્મથી તે દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યુ કરી રહી છે. આયુષમાનને આ ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચતા એટલી ગમી ગઇ કે તેણે ફિલ્મ કરવાની તરત જ હા પાડી દીધી. તે કહે છે, તેમાં મને કંઇક કરી બતાડવાની તક મળશે. તેનો કોન્સેપ્ટ બહુ યુનિક અને ઇનોવેટિવ છે અને તે દર્શકોને હસાવશે પણ અને વિચાર કરતા પણ મૂકી દેશે. આયુષમાન તેની કારકિર્દીમાં પહેલીવાર ડૉક્ટરની ભૂમિકા ભજવી રહ્યો છે આથી બહુ ખુશ છે. તે કહે છે, આ ફિલ્મના માધ્યમથી હું દર્શકોના દિલ સાથે જોડાઇ શકીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here